Posted By Admin
જીઓએ બંધ કરી પોપ્યુલર પોર્ન સાઇટ્સ, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- જીઓ અમને જીવવા દો.

નમસ્તે મિત્રો, કોર્ટના આદેશ મુજબ સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને એડલ્ટ કન્ટેન્ટ આપતા ૮૨૭ વેબસાઈટને બંધ કરવાનો આદેશ આપ્યો. આ આદેશ પછી ભારતમાં ઘણી એડલ્ટ સાઈટને બંધ કરી દીધી. આ અશ્લીલ સાઈટોમાં એક્સવિડીયો અને પોર્નહબ જેવી વેબસાઈટના નામ પણ રહેલા છે.

રિલાયન્સ જીઓ પહેલી એવી સર્વિસ પ્રોવાઇડર છે જેણે કોર્ટના આદેશને માનીને આ પ્રતિબંધને બધી રીતે બંધ કરી દીધી, જેના પછી સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સના દુખ દેખાણા છે,

ભલે હજી સુધી આ વિશે કઈ પણ કહેવામાં આવ્યું નથી પરંતુ રેડિત પર અમુક જીયો યુઝર્સ આ વિશે લખી રહ્યા છે. એક યુઝર્સે લખેલું છે કે જીયોની સર્વિસ પર એ અમુક એડલ્ટ વેબસાઈટને લોડ કરવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ એવું થઇ શકતું નથી અને બીજા લોકોએ પણ એમાં સાથ આપ્યો છે.

બીજી ટેલીકોમ કંપનીઓ ઉઠાવી શકે છે સવાલ. કોર્ટના આદેશ પછી જિયોએ એની શરૂઆત કરી છે માનવામાં આવે છે ખુબ જ જલ્દી બાકીની બીજી કંપનીઓ પણ આ પ્રતિબંધ લાગુ કરશે. જિયોએ કોર્ટના નિર્દેશનું પાલન કરતા પોર્ન વેબસાઈટને બ્લોક કરી દીધી અને બીજી ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પણ એવું જ કરશે.

ઉત્તરાખંડના હાઈકોર્ટના આદેશ પછી ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ બધી ઈંટરનેટ સર્વિસ પ્રોવાઇડરને એ નિર્દેશ કર્યો છે કે ખુબ જ ઝડપથી એમના પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફી કન્ટેન્ટ વાળા ૮૨૭ વેબસાઈટને બ્લોક કરી નાખે. કોર્ટે ૨૮ સપ્ટેમ્બર આ આદેશ કર્યો હતો, જેમાં કહેવાયું કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આ વેબસાઈટને બંધ કરે નહિ તો એમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!