Posted By Admin
જો વાળ કરવા હોય મુલાયમ અને રેશમી તો પાર્લર વગર જ ઘરે બસ આટલુ કરો

આપણે પણ દર વખતે જયારે કોઈ મોડેલ્સ અથવા તો કોઈ ફિલ્મી કલાકારો ને જોઈને તો એવુજ વિચારીએ છીએ કે કાશ મારા વાળ પણ આવા હોત તો? હવે તમારે આવો ખેદ નઈ વ્યક્ત કરવો પડે. કેમકે હવે તો તમે પણ આવા ચમકદાર અને સુંવાળા વાળ મેળવી શકો છો, એના માંટે તમારે પાર્લરમાં જવાની કે પછી હેર ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચવાની પણ જરૂર નથી. માત્ર તમારા બગીચા માં ઉગાડો કુંવારપાઠા નુ જાડ અને એના ઉપયોગ થી થશે વાળ ની સંભાળ જાણો કેવી રીતે….

કુદરતી કંડિશનરઃ

ખરતા વાળ તેમજ નાશ પામેલ વાળ માટે કુંવારપાઠા થી ઉત્તમ કુદરતી ઔષધી બીજી કઈ પણ નથી. આ કુંવારપાઠા માં સપ્રમાણ પાણી ઉમેરી ને ઘટ્ટ પ્રદાર્થ થી થોડું આછું કરીને એક સ્પ્રેયુક્ત બાટલી માં ભરી અને તેમાં થોડાક ટીપાં તેલ ના ઉમેરવાના. હવે જયારે વાળ માં તેલ ની જરૂર હોય ત્યારે આને ઉપયોગ માં લેવું અને જો શક્ય હોય તો ઓલીવ ઓઈલ ભેળવવા થી વધારે સારું પરિણામ મેળવી શકાય છે.

વાળમા વધારો:

આજ ની દરેક યુવતીયો મોટેભાગે સપનાઓ જોતી હોય છે કે તેમના વાળ બહુજ સારા દેખાય તેમજ લાંબા હોય પણ આજ ના સમય માં આ થોડું અસક્ય જેવું લાગે પણ જો આપ નિયમિત પણે કુંવારપાઠા ની છાલ વાળ ને વાપરવામાં આવે તો આનાથી વાળ મજબુત બને છે તેમજ વાળ ની આયુષ્ય અને લંબાઈ માં પણ વધારો થવા લાગે છે.

ઓઈલી વાળ:

જેના વાળ તેલ જેવા ચીકણા જ રહે અને એ એના વાળ દર બે દિવસે ધોય પણ નથી શકતા એવી યુવતીયો માટે હવે થી આનું સામાધાન શક્ય છે અને તેના વાળ પણ ખુલ્લાં રાખી શકશે. તો એના માટે ઉપયોગ માં લ્યો કુવારપાઠું અને કુંવારપાઠા ના જેલને, આપણા વપરાતા શેમ્પું સાથે લીંબુ માં ભેળવીને ઘટ્ટ પ્રદાર્થ બનાવવો અને પછી તેને આપડા વાળમાં લગાવી ને ઠંડા પાણી થી ધોઈ નાખવાના. આવું કરવાથી તેમે તમારા તેલી વાળ થી છુટકારો મેળવસો.

ખોળો:

ખોળો એક સામાન્ય સમસ્યા છે અને તે મોટે ભાગે બધાં માં જૂવા મળે છે પણ આનું ભી તોડ કુંવારપાઠા જ છે. ખોળો હોય તો કુંવારપાઠા માં નારિયલ તેલ ઉમેરી ને તેને ધીમી આંચે શેકી ગરમ કરવું અને પછી ઠંડુ પડે એટલે વાળ માં ઉપયોગ લેવું અને આને ૩ કલાક સુધી રાખવું. અને પછી ઠંડા પાણી થી વાળ ને સાફ કરી નાખવા.

સફેદ વાળ:

જો નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા હોય તો આખી રાત ફ્રીઝ માં આમળા નો રસ રાખી અને સવારે આ રસ ને કુંવારપાઠા ના જેલ સાથે ભેળવી દેવાનું. ત્યારબાદ આ પ્રદાર્થ ને આપડા વાળ પર લગાવીને પછી વાળ ધોઈ નાંખવા આવું મહિના માં ૩ વખત કરવાથી ટૂંક સમય માં જ તમને તમારા વાળ નો રંગ ફરતો લાગશે.

error: Content is protected !!