Posted By Admin
જો સ્વપ્નમાં દેખાય આ વસ્તુ તો કોઈને ન બતાવતા

દરેક લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ સ્વપ્ન જોતા હોય છે. ઘણા લોકો આંખો ખુલ્લી રાખીને સ્વપ્ન જોતા હોય છે અને ઘણા લોકો આંખો બંધ રાખીને સ્વપ્ન જોતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર ની અંદર આપણા રાત્રી ને અંદર આવતા સ્વપ્ન સાથે આપણા ભવિષ્યની અનેક ઘટનાઓ જોડાયેલી હોય તેવું બતાવવામાં આવે છે, અને હકીકતમાં આપણા સ્વપ્નમાં આવતી વસ્તુઓ આપણા ભવિષ્યની અંદર થનારા સારા અથવા તો ખરાબ ઘટના અંગેનો સંકેત આપતી હોય છે.

જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વિશે આખો દિવસ વિચારતા હોઈએ ત્યારે રાત્રે આપણે તે વસ્તુને સ્વપ્નમાં જોતા હોઈએ છીએ. ઘણા લોકો સ્વપ્નમાં જાતજાતની વસ્તુઓ જોતા હોય છે. ઘણા લોકો એકદમ ડરાવના સ્વપ્ન જોતા હોય છે, તો ઘણા લોકો એકદમ સુંદર સ્વપ્ન જોતા હોય છે. પરંતુ જો તમે સ્વપ્નની અંદર આ ત્રણ વસ્તુઓ જુઓ તો તે સ્વપ્ન અને ક્યારેય કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે શેર ન કરવું જોઈએ તો ચાલો જાણીએ કયા છે એ ત્રણ વસ્તુઓ.

 

 લગ્નનું સ્વપ્નું

જો કોઈપણ વ્યક્તિ પોતાના સ્વપ્નની અંદર લગ્ન થતાં જોતો હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિને રાત્રિના સ્વપ્નની અંદર કોઈપણ વ્યક્તિના લગ્ન દેખાય અથવા તો કોઈ પણ જાન પરણવા માટે જતી હોય તેવું દ્રશ્ય દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને તમારા સ્વપ્નની અંદર દેખાતી આ વસ્તુઓ ભવિષ્યમાં તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે તેનો સંકેત આપી રહી છે.

 

મૃતદેહ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્નની અંદર મૃતદેહને જોવે છે તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે, અને આથી જ જો તમને પણ સૌ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ દેખાતો હોય તો તમારા સ્વપ્ન અને કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરવું જોઈએ. કેમ કે આમ કરવાથી તે મૃતદેહની પ્રભાવ તમારા પર પણ પડી શકે છે.

 

સ્ત્રી

હિંદુ સંસ્કૃતિની અંદર સ્ત્રીને લક્ષ્મી નો દરજ્જો આપવામાં આવ્યો છે. જો તમે સ્વપ્નની અંદર કોઈ પણ સુંદર સ્ત્રી ના દર્શન કરો છો તો સમજી લેવું કે તમારા ભવિષ્યને અંદર ખૂબ જ સારા સમાચાર આવી આવવાના છે. અને સાથે સાથે તમારી સાથે ખૂબ જ શુભ થવાનું છે આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર બની રહેશે.

આમ જો રાત્રે સ્વપ્નની અંદર આવી વસ્તુઓ જોવામાં આવે તો ક્યારેય પણ આવા સ્વપ્ન અને બીજા વ્યક્તિઓને કહેવા ન જોઈએ. કેમ કે, આમ કરવાથી તેના શુભ વાતો અશુભ પ્રભાવ બીજા કોઈ પણ વ્યક્તિને પણ નડી શકે છે. અથવા તો તેને લાભ થઇ શકે છે અને આથી જ તમારા સપનાની અંદર જો તમે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ જુઓ તો તમારા આ  સ્વપ્નને ક્યારે કોઈ પણ વ્યક્તિને ન કહેવું જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!