ગુરૂ પૂર્ણિમા છે ૦૫ જુલાઈ ના રોજ, લાગશે ઉપછાયા ચંદ્રગ્રહણ, આ સમયે ના કરવા કોઈ શુભકામ

સનાતન પરંપરા માં ગુરુ ને ઈશ્વર થી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. અષાઢ મહિના ની પૂર્ણિમા તિથિ ના રોજ ગુરુ પૂર્ણિમા ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉત્સવ ગુરુ પ્રત્યે સમ્માન અને કૃતજ્ઞતા જાહેર કરવાનો દિવસ છે. આ વર્ષે આ ઉત્સવ ૦૫ જુલાઈ ના રોજ ઉજવવામાં આવશે. ગુરુપૂર્ણિમા ના દિવસે ચંદ્ર ગ્રહણ પણ લાગી રહ્યું છે, આ ગ્રહણ ભારત માં જોવા નહિ મળે. જ્યોતિષ વિશેષજ્ઞ આ ગ્રહણ ને એક મુખ્ય ઘટના ના રૂપમાં જોઈ રહ્યા છે, કારણ કે ગ્રહણ ગુરુ પૂર્ણિમા ના ઉત્સવ પર લાગી રહ્યું છે.

image source

ચંદ્ર ગ્રહણ લાગવાનો સમય

આ ચંદ્રગ્રહણ ૫ જુલાઈ રવિવાર ના રોજ સવારે ૮:૩૮ વાગ્યે શરૂ થશે અને ૧૧:૨૧ વાગ્યે સમાપ્ત થશે. આ રીતે કહી શકાય છે કે ૫ જુલાઈએ ૨ કલાક ૧૩ મિનિટ ૨૪ સેકંડ સુધી ગ્રહણ રહેશે. આ ચંદ્રગ્રહણ ધનુ રાશિમાં લાગવા જઈ રહ્યું છે. આને કારણે આ રાશી ના લોકો માટે મુશ્કેલી આવી શકે છે. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ માં સુતક કાળ માન્ય રહેશે નહીં.

image source

ચંદ્ર ગ્રહણ લાગવા પર ના કરવા આ કાર્ય

  • ચંદ્ર ગ્રહણ લાગે ત્યારે વાળ પર તેલ ના લગાવવું.
  • ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી બચવું અને બની શકે તો પાણી પણ ન પીવું. માન્યતા છે કે ગ્રહણ સમયે ખાવાનું ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે અને પેટ સાથે જોડાયેલ રોગ થાય છે. એ સિવાય ગ્રહણ ના સમયે ખાવાનું ખાવાથી નરક માં દુખ સહન કરવું પડે છે.
  • ગ્રહણ લાગવા પર કપડા ધોવા, તાળા ખોલવા અને કોઈ શુભ કામ કરવાથી બચવું.
  • ચંદ્ર ગ્રહણ દરમિયાન પૂજા ન કરવી અને ન તો ભગવાન ની મૂર્તિ ને સ્પર્શ કરવો.
  • ગ્રહણ દરમિયાન સુવું નહિ અને ગ્રહણ ની છાયા પોતાના પર ના પડવા દેવી.

image source

ગુરુ પાસેથી લેવા આશીર્વાદ

  • ગ્રહણ વાળા દિવસે જ ગુરુ પૂર્ણિમા પણ આવી રહી છે. એટલા માટે આ દિવસે ગ્રહણ પૂરું થતા જ પીપળા ના ઝાડ ની પૂજા જરૂર કરવી અને પોતાના ગુરુ ના આશીર્વાદ પણ જરૂર લેવા.

image source

ચંદ્ર ગ્રહણ પૂરું થયા પછી કરવા આ કાર્ય

  • ચંદ્ર ગ્રહણ સમય મનમાં જ ભગવાન નું સ્મરણ કરવું..
  • ગ્રહણ પછી કરવામાં આવેલા દાન થી ઘણું ફળ મળે છે. એટલા માટે ગ્રહણ પછી દાન જરૂર કરવું.
  • પુરા ઘર ને ગંગા જળ થી સાફ કરવું.

error: Content is protected !!