નિયમિત કરો ફક્ત આ એક મંત્રનો જાપ, મોટામાં મોટી બીમારી પણ થઇ જશે દુર..

આ એક મંત્રના જાપની ફક્ત એક માળા નિયમિત કરવાથી ગંભીર બીમારી પણ થાય છે દુર…

નામજપ એ ભક્તિ સંપ્રદાયનું આગવું અંગ છે. કોઈ પણ માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે, અલબત્ત દરેકની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. લગભગ ગાયત્રી મંત્ર વિશે દરેક લોકો જાણતા જ હશે. ગાયત્રીમંત્રનો મહિમા અપરંપાર છે. આ વાતથી સૌ કોઈ વાકેફ તો છે પરંતુ અપુરતા જ્ઞાનના કારણે તેનો પ્રયોગ કરતાં નથી.

image source

નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી સૌ કોઈને ગાયત્રી મંત્ર કંઠસ્થ હોય જ છે. પરંતુ તેમ છતાં આ મંત્રનો જાપ કરવાનું લોકો ચુકી જાય છે. આ મંત્રની એક માળા એટલે કે મંત્રના 108 જાપ તમારા ઘર, પરિવાર અને આવનારી પેઢીનું પણ તમામ પ્રકારની સમસ્યાઓથી રક્ષણ કરે છે.

image source

બ્રહ્માજીના પત્ની તરીકે માતા ગાયત્રીનું પુરાણોમાં વર્ણન છે. ગાયત્રી અને ગાયત્રીમંત્ર બંને એકબીજાના પર્યાય જેવા છે. પરંતુ આ વાત તમે કદાચ જાણતા નહીં હોય કે આ મંત્ર એટલો શક્તિશાળી છે કે જો નિયમિત ગાયત્રીમંત્રની એક માળા પણ કરવામાં આવે તો અનેક અસાધ્ય રોગ સામે પણ શરીરનું રક્ષણ થાય છે. શરીરમાં ક્યારેય ભયંકર રોગ પ્રવેશતા નથી.

image source

દેવમાતા ગાયત્રી જગતની પ્રાણશક્તિ છે. તેમની ઉપાસના કરવાથી બુદ્ધિ, બળ, એશ્વર્ય, ઊર્જા, શાંતિ, વૈભવ, ઉત્સાહ અને કામનાપૂર્તિ કરનાર માનવામાં આવે છે. માતા ગાયત્રીનું નિયમિત ધ્યાન અને સ્મરણ ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે.

ગાયત્રી મંત્ર

ॐ भूर्भुवः स्वः ।

तत् सवितुर्वरेण्यं ।

भर्गो देवस्य धीमहि ।

धियो यो नः प्रचोदयात् ॥

image source

ગાયત્રી મંત્રનો અર્થ એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે. ગાયત્રી ઉપાસનામાં પણ ગાયત્રી મંત્ર મુખ્ય છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ગાયત્રીમંત્રની ખબર ન હોય.

આ મંત્રના પ્રભાવને વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે. જે ઘરમાં દરરોજ ગાયત્રીમંત્રની એક માળા થતી હોય, તે ઘરમાં રિધ્ધી-સિધ્ધીનો સ્થાયી નિવાસ રહે છે. જો ઘરમાં દરેક વ્યક્તિ ગાયત્રીમંત્રની એક માળા કરતી હોય તો તેમની સાત પેઢી તરી જાય છે. તે કુટુંબના બાળકો પણ તેજસ્વી હોય છે.

error: Content is protected !!