ધર્મગ્રંથ અનુસાર, પૂજા પાઠ માં પ્રગટાવવામાં આવતા કપૂર થી નેગેટીવ ઉર્જાનો થાય છે નાશ

લગભગ બધા પૂજા પાઠ ના કાર્યો માં કપૂર નો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. હિંદુ ધર્મ માં કપૂર ને બહુ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ પૂજા પદ્ધતિમાં કપૂર ખૂબ જ ખાસ છે. તેનો પ્રયોગ કોઈ પણ પ્રકારના શુભ કાર્ય અથવા પૂજા પાઠ માં થાય છે યજ્ઞ અને આરતી માં કપૂર હંમેશા પ્રયોગ કરવામાં આવે છે . કપૂર વિના આરતી અધૂરી માનવામાં આવે છે. ભારતીય પૂજા પદ્ધતિ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુઓનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.

image source

ઘરમાં કપૂર પ્રગટાવવાથી હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે. કપૂર પ્રગટાવવાથી નેગેટિવ ઊર્જા પોઝિટિવ ઊર્જામાં બદલાઇ જાય છે. કપૂરનો ઉપયોગ બીમારીના ઇલાજમાં પણ કરવામાં આવે છે. એટલે ધર્મગ્રંથો સાથે આયુર્વેદમાં પણ કપૂર વિશે ખાસ ઉલ્લેખવામાં આવ્યું છે. જ્યોતિષીય અને વાસ્તુ ઉપાયોમાં પણ કપૂરનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ રૂપથી કરવામાં આવે છે.

image source

ઘરમાંથી બહાર નીકળે છે દૂષિત વાયુ

કપૂર વિશે વૈજ્ઞાનિક શોધના આધારે પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, તેની સુગંધથી જીવાણુ, વિષાણુ વગેરે બીમારી ફેલાવતા જીવ નષ્ટ પામે છે. કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે. જેથી બીમારીઓ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. વિજ્ઞાન પ્રમાણે, પૂજા અથવા હવન કરતી સમયે જ્યારે આપણે કપૂર પ્રગટાવીએ છીએ, ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો આસપાસની નેગેટિવ ઊર્જાને દૂર કરે છે.

image source

રોજ કપૂર પ્રગટાવવાથી આસપાસની હવા સાફ થવા લાગે છે. ખરાબ હવા ઘરમાંથી બહાર થઇ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઇ જાય છે. સવાર-સાંજ કપૂર પ્રગટાવવાથી બહારની નેગેટિવ ઊર્જા ઘરમાં આવી શકતી નથી. કપૂર પ્રગટાવવાથી હવામાં ઓક્સીજનની માત્રા પણ વધી શકે છે. પ્રદૂષિત ક્ષેત્રમાં રહેતાં લોકોને બીમારીઓથી બચવા માટે કપૂર પ્રગટાવવું જોઇએ.

image source

કપૂર પ્રગટાવવાથી બેક્ટેરિયા, કીટાણુ, મચ્છર વગેરે ઘરમાં પ્રવેશી શકતાં નથી. કપૂરને ઝીણું પીસીને પાણીમાં નાખીને પોતુ કરવાથી કીડી, જીવ-જંતુ ઘરમાં પ્રવેશ કરતાં નથી. વાસ્તુદોષ દૂર કરવામાં પણ કપૂરનો સારો ઉપયોગ થાય છે. ઘરમાં જે રૂમમાં શુદ્ધ વાયુના અવર-જવર માટે બારી ન હોય ત્યાં કાંચના વાસણમાં કપૂર રાખવાથી શુદ્ધ વાયુનો સંચાર થાય છે.

image source

લગભગ બધા હિંદુ ઘરો માં સુર્યાસ્ત ના સમયે દીપક જરૂર પ્રગટાવવામાં આવે છે જો તમે કપૂર નો દીપક પ્રગટાવીને પુરા ઘર માં ફેરવો છો અને અંત માં ઘર ના મંદિરમાં રાખી દો છો તો તેનાથી ધન ની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા ઘર માં તેમનું આગમન થાય છે.

error: Content is protected !!