સપ્ટેમ્બર મહિનામાં કેતુનું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિ પર એની થશે શુભ કે અશુભ અસર

કેતુના આ રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર પડશે. આ ગ્રહ મોક્ષ, આધ્યાત્મ અને વૈરાગ્યનો કારક છે. એક રીતે રહસ્યમયી ગ્રહ પણ છે. આથી જ્યારે કેતુ કોઈ વ્યક્તિની કુંડળીમાં શુભ હોય છે તે જાતકની કલ્પના શક્તિ અસીમ કરી દે છે. જ્યારે અશુભ હોય તો સમજી લો કે સર્વનાશ નોતરે છે. કેતુ ગ્રહ કોઈ પણ રાશિનો સ્વામી નથી હોતો. પણ ધનુ રાશિમાં આ ગ્રહ ઉચ્ચ અને મિથુન રાશિમાં નીચનો હોય છે.

image source

આગામી મહિને એટલે કે 23 સપ્ટેમ્બરે સવારે 8.20 વાગ્યે કેતુ ધન માંથી વૃશ્વિક રાશિમાં પ્રવેસ કરશે અને વર્ષના અંત સુધી આ રાશિમાં રહેશે. વૈદિક જ્યોતિષમાં કેતુ એક માયાવી ગ્રહ છે. કેતુને લઇને એવું કહેવામા આવે છે કે જે વ્યક્તિ પર આ ગ્રહ મહેરબાન હોય છે તેને માલામાલ કરી દે છે. જ્યારે નાખુશ હોય તો કંગાળ પણ બનાવી દે છે. આજે અમે તમને રાશિ વિશે જણાવીશું કઈ રાશિ પર કેવી અસર પડશે.

મેષ રાશિ

કેતુનું રાશિ પરિવર્તન તમને ધાર્મિક વૃત્તિ તરફ લઈ જશે. આ સમય દરમિયાન તમે કોઈપણ તીર્થસ્થાનની મુલાકાત લઈ શકો છો. સાંસારિક જીવનની અપેક્ષાએ આધ્યાત્મ જીવનમાં તમારી રૂચિ રહેશે.

વૃષભ રાશિ

આર્થિક મામલે વધારો થશે.  આર્થિક વિચારમાં ફેરફાર થશે જે તમને લાભ અપાવશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે.  વિચારોમાં ટકરાવથી પાર્ટનરશિપમાં પરેશાની આવી શકે છે. આ વર્ષે સફળતા મળી શકે છે.

મિથુન રાશિ

આર્થિક નિર્ણય લેવામાં અસમર્થ રહેશો. લાંબી દૂરીની યાત્રા કરવી પડી શકે છે.  કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં જીવનસાથી અને ભાગીદારોમાં મતભેદ હોઈ શકે છે.

કર્ક રાશિ

આ રાશિ માટે આ ગોચર અશુભ હોઈ શકે છે. બિઝનેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કામને કારણે ફાલતૂ યાત્રા કરવી પડશે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ

આ રાશિ પરિવર્તનથી ઢગલો સફળતાઓ મળશે.  કેરિયરમાં સોનીરી તક મળશે. તમને સંતાન સંબંધિત સમસ્યા હોઈ શકે છે. પરંતુ જો તમે વિદ્યાર્થી છો તો તમને સારા પરિણામ મળે તેવી સંભાવના છે.

કન્યા રાશિ

તમારી હિંમત ઓછી થશે. આર્થિક દ્રષ્ટિકોણ પ્રત્યે સાવધાન રહેવુ પડશે.  તમારો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. તેમજ ઘરમાં નાના ભાઈ-બહેન સાથે મતભેદ થઈ શકે છે. આધ્યાત્મિકતાના વિષયો તમને આકર્ષિત કરશે.

વૃશ્વિક રાશિ

આ સમયે, સંજોગો તમારા માટે બિનતરફેણકારી રહેશે. ગેરકાયદેસર સાધનોથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.  ધાર્મિક, શાંતિ અને આધ્યાત્મિકતાના વિષયો તમને આકર્ષિત કરશે.

ધન રાશિ

આ સમય દરમિયાન તમારી કલ્પનાઓ જીતશે. તમે વસ્તુઓની અપેક્ષા કરી શકો છો. તે જ સમયે, કાર્ય અને વ્યવસાયમાં સંજોગો તમને અનુકૂળ નહીં આવે. ઘરે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે.

મકર રાશિ

રાહુ છઠ્ઠા ભાવ અને કેતુ 12 માં ભાવમાં ગોચર કરશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવાની હિમંત આવશે.  તમારા ખર્ચ બિનજરૂરી રીતે વધી શકે છે. તમે કોઈ કારણસર વિદેશ પણ જઈ શકો છો.

કુંભ રાશિ

તમારી આવક ઓછી થશે. પૈસાની ખોટની સંભાવનાઓ છે. લાંબા અંતરની યાત્રાઓ યોગમાં છે પરંતુ આ યાત્રાઓમાં તમે વધારે પૈસા ખર્ચ કરશો. અટવાયેલાથી તમને પૈસા પણ મળશે.

મીન રાશિ

રાહુના ચોથા ભાવ અને કેતુના 10માં ભાવમાં ગોચર કરશે. નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડશે. તમારા રસ્તામાં પરિસ્થિતિઓ સહેલી નથી હોતી. કાર્યક્ષેત્રમાં પડકાર આવશે.

error: Content is protected !!