જાણો તમારા બજેટમાં જ મળી રહેશે નોન ચાઇનીઝ ફોન, કિંમત છે ૧૦ હજારથી પણ ઓછી

ભારતીય સ્માર્ટફોન માર્કેટ માં એક મોટો ભાગ ચીની કંપનીઓ નો કબજો છે. એવી સ્થિતિ માં જયારે બજેટ ફોન ખરીદવાની વાત આવે છે, તો યુજર કન્ફયુઝ થઇ જાય છે, પરંતુ ૧૦ હજાર કે પછી એનાથી ઓછી રેંજ માં નોન ચાઇનીઝ કંપનીઓ ના પણ ઘણા ફોન મળી આવે છે, જેમાં પણ ઘણા ફીચર હોય છે. અમે તમને જણાવી દઈએ કે હાલ સ્માર્ટફોન માર્કેટ પર નજર નાખો તો શાઓમી, મોટોરોલા, રિયલમી, વનપ્લસ, ઓપ્પો, વીવો અને હુવાવે જેવા મોટા બ્રાન્ડ્સ ચાઈનીઝ છે. તો ચાલો જાણી લઈએ તમારા માટે બેસ્ટ વિકલ્પ..

image source

દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન મેકર્સ કંપની પૈકી એક સેમસંગ સાઉથ કોરિયાની કંપની છે અને તેનું કોઈ ચાઇનિઝ કનેક્શન નથી. આ સાથે જ સાઉથ કોરિયાની કંપની એલજી પણ સ્માર્ટફોન માર્કેટમાં છે. તો તાઇવાનની આસુઝ, અમેરિકાની એપલ અને જાપાનની પેનાસોનિક પણ ખૂબ મોટો સ્માર્ટફોન માર્કેટ શેર ધરાવે છે.

image source

૧૦ થી ૨૦ હજારના બજેટ માં મોબાઈલની ખરીદી

જો તમારે કોઈ બજેટ પ્રમાણે ખરીદી કરવાની હોય કે પછી તમારું બજેટ ૨૦૦૦૦ રૂપિયા સુધી જ ખર્ચ કરવાનું હોય તો આ સેગમેન્ટમાં ચાઈનીઝ કંપનીઓને હટાવ્યા બાદ પણ અડધો ડઝન સ્માર્ટ ફોન બચે છે. જેમ કે ૧૦૦૦૦ રૂપિયા થી ઓછી કિંમતે તમે સેમસંગ ગેલેક્ષી M10s, Galaxy A10s, LG W30 અને પેનાસોનિક Eluga Ray 610 ખરીદી શકો છો. જ્યારે ૧૦ હજાર રૂપિયા થી ૨૦ હજારની રેન્જ માં તમે સેમસંગ Galaxy M31, Galaxy M31s, LG W30 Pro ફોન ખરીદી શકો છો.

image source

વધારે બજેટ માટે બેસ્ટ વિકલ્પ

જો નવો ફોન ખરીદવા માટે તમારી પાસે બજેટ સારું છે અને પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા માટે તૈયાર છો તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. ૪૦ હજાર રૂપિયા થી ઓછી અને ૨૦ હજાર રૂપિયા થી વધુની કિંમત પર તમે Samsung Galaxy Note 10 Lite, Galaxy S10 Lite, Asus 6Z, ASUS ROG Phone 2, Google Pixel 3a અને iPhone 8 ખરીદી શકો છો.

image source

૪૦ હજારથી વધુ ના બજેટ માટે

જ્યારે ૪૦ હજાર રૂપિયા થી વધુની કિંમતે હાઈ એન્ડ ફોન માટે તમે Samsung Galaxy S20 સીરીઝ, LG G8X ThinQ, Google Pixel 3 XL અને iPhone 11 સીરીઝ ખરીદી શકો છો.

error: Content is protected !!