જાણો આ એવી ખતરનાક પાંચ વસ્તુ છે, ભૂલથી પણ એને ખાઈ લેશો તો થઇ શકે છે મૃત્યુ

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે કે જેના વિશે તમે વિચારી પણ ન શકો. આવી બધી વસ્તુઓ ખાસ જગ્યાએ જ બનતી હોય છે. જેનું સેવન કરવાથી ઘણું નુકશાન પણ થઇ શકે છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આ વસ્તુને ખાવાથી મૃત્યુ થઇ શકે… તો આજે અમે તમને જણાવીશું એવી પાંચ વસ્તુ જેને ખાવાથી દુર રહેવું જોઈએ..

દુનિયામાં અનેક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ છે જે ખાવા પીવાની વસ્તુઓ પર સંશોધન કરતી રહે છે. અલગ અલગ ધર્મો અને સમુદાયોમાં પણ ખાવાની વસ્તુઓના અલગ અલગ નિયમો બનાવ્યા છે. છેલ્લા મૌક વર્ષોમાં વૈજ્ઞાનિકોએ એ વાત શોધી કાઢી છે કે, જેને ખાવાથી ગંભીર બિમાર તો ઠીક ઘણી વખત જીવ પણ ગુમાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ એ પાંચ વસ્તુ વિશે..

image source

રૂબાબ

આ રૂબાબ બ્રિટની પકવાનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ રૂબાબને પણ ઘણુ ખતરનાક માનવામાં આવે છે. હકીકતમાં રૂબાબની સાથે લાગેલી પત્તિઓમાં ઓક્સાલિડ એસિડ હોય છે. જેના કારણે તમારી કિડનીમાં પથરી થઈ શકે છે. આ વાતનો વિરોધ કરનારા લોકો કહે છે કે, તેમાં એસિડ રૂબાબ પણ હાજર હોય છે. કારણ કે તેમાં લાગેલી પત્તિઓમાં એસિડની માત્રા ખૂબ જ વધારે હોય છે.

image source

જાયફળ

આ એક પ્રકારનો મસાલા છે. આ પ્રખ્યાત મસાલા ઈંડોનેશિયાના ઝાડમાં ઉગે છે. જેને ખાસ પ્રકારના બિસ્કુટને બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત બટાટા, માંસ અને શાકભાજી સાથે અમુક પીણા બનાવામાં પણ કામમાં આવે છે. જો કે, તેને વધુ માત્રામાં લેવામાં આવે તો, ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ તથા માનસિક રીતે તણાવ આવવાની પણ મુશ્કેલીઓ થઈ શકે છે.

image source

પફર માછલી

આ માછલીને સાઈનાઈડ ઝેરથી પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. આ માછલીમાં ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર હોય છે. તેના કારણે તે ખૂબ જ ઝડપી તરી શકે છે. આટલી ખતરનાક હોવા છતાં પણ આ માછલીમાંથી બનેલી ફુગુ ડિશ જાપાનમાં ખૂબ જ પ્રખ્યાત છે. જાપાનમાં ફુગુ ડિશને મોટા ભાગે સૂપ સાથે પીરસવામાં આવે છે. જો કે, તેની ડિશ બનાવવા માટે કેટલાય વર્ષોની મહેનત બાદ તેને બનાવી શકાય છે. તેના માટે ખાસ ટ્રેનિંગની પણ જરૂરિયાત છે. રસોઈયા વર્ષોની મહેનત બાદ તેને બનાવી શકે છે. મુખ્ય વાત એ છે કે, જ્યાં સુધી આ માછલી ગ્રાહકો પાસે પહોંચે ત્યાં સુધીમાં તેના કાંટા, અંડાશય, લીવર અને આંતરડા સહિતને અલગ કરી દેવામાં આવે છે.

image source

લાલ સોયાબિન

બિન સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જો કે, અમુક બિન એવા પણ છે જેને ખાવાથી તમે બિમાર પણ પડી શકો છો. લાલ સોયાબિન એવા જ બિન છે. આ બિનમાં પ્રોટિન, ફાઈબર, વિટામીન અને ખનિજ હોય છે. આ બિનમાં એક એવુ તત્વ હોય છે, જેને પચાવવું ઘણુ મુશ્કેલ છે.જેને પચાવતા ઉલ્ટી, પેટમાં દુખાવો થઈ શકે છે. જેને ખાતા પહેલા 12 કલાક સુધી પાણીમાં રાખવાની જરૂર પડે છે. ત્યાર બાદ તેને બાફીને ખાવામાં પ્રયોગ કરી શકાય છે.

image source

કાસૂ-મારઝૂ ચીઝ

આ એક ખાવાનું ચીઝ છે, હકીકતમાં તેને કાસૂ મારઝૂ ચીઝ કહેવાય છે. આ ચીઝ ઈટલીમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેને બનાવતી વખતે તેમાં ઉડતા કિડાના રેસા નાખવામાં આવે છે. થોડા સમય બાદ આ નાના નાના કીડા તેને એટલુ મુલાયમ બનાવી દે છે કે, આ ચીઝનો વચ્ચેનો ભાગ ક્રિમ જેવો બની જાય છે. તેમાં કિડા હોવાના કારણે તે સ્વાદિષ્ટ લાગે છે. જો કે, આ ચીઝને ખાવું એટલુ સહેલુ નથી.આ ચીઝને ખાતી વખતે તમારે કીડાને પકડવા પડે છે. કારણ કે, થોડી પણ જો જગ્યા મળે તો આ કિડા ડિશમાંથી ઉડવા લાગે છે. આ સાથે જ આ ચીઝને દુનિયાની સૌથી ખતરનાક ચીઝ પણ કહેવાય છે. કારણ કે, આ ચીઝમાં રહેલા કીડા જો મરી જાય તો તેને ખરાબ માનવામાં આવે છે. ત્યારે આવા સમયે તેને ખાવાથી પેટ ખરાબ થઈ જાય છે. તેના કારણે ઉલ્ટી અને ડાયરીયા પણ થઈ શકે છે.

error: Content is protected !!