તમે વિચાર્યું પણ નહી હોય એવી બિમારીઓમાં ઉપયોગી થશે આ લસણવાળું દૂધ..

લસણ ગુજરાતી રસોડામાં વપરાતું એક સામાન્ય કંદમૂળ છે. લસણના ઉપયોગથી શાક, દાળ જેવી રેસીપી તો સ્વાદિષ્ઠ બને જ છે પણ તેના અનેક સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો લસણ એક પુરાતન જાડી-બુટ્ટી જ છે. જેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ તત્વો આપણને સામાન્ય નાની-મોટી બીમારીઓથી બચાવે છે. દૂધ અને લસણ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. જો આ બંને ભળી જાય છે, તો તે આપણા સ્વાસ્થ્ય માટે હજી વધારે ફાયદાકારક બની જાય છે.

image source

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે: શરીરમાં કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સુગરનું લેવલ સામાન્ય રાખવા માટે સવારે નયણે કોઠે એટલે કે કઈ પણ ખાધા પીધા વિના ખાલી પેટે લસણવાળું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. તે તમારા કોલેસ્ત્રોલને કંટ્રોલ માં રાખે છે. આ ઉપરાંત તમે લસણને સવારના સમયે ચાવી અથવા ગલી પણ શકો છો.

image source

હૃદય રોગ માટે ઉપયોગી: હૃદય સબંધી બિમારીઓમાં લસણની બે કળી પીસી તેને એક ગ્લાસ દુધમાં ઉકળી લો. અને ત્યાર બાદ દૂધ ઠંડુ પડે એટલે પી જવું. થોડા દિવસો સુધી સવાર સાંજ આ પ્રયોગ કરવાથી હૃદય સબંધી બિમારીઓમાં ફાયદો જોવા મળશે. લસણની કળીને પીસી દુધમાં ઉકલી તે દૂધ બાળકોને પીવડાવવાથી બાળકોની ઈમ્યુંનીટી સીસ્ટમ એટલે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

image source

દમની સમસ્યા માટે ફાયદાકારક: જે લોકોને દમ એટલે શ્વાસોશ્વાસની સમસ્યા હોય તેઓ માટે લસણ બહુ ઉપયોગી છે. આ માટે 30 મિલી દુધમાં લસણની પાંચ કળીઓ નાખી, ઉકાળીને પીવું જોઈએ. એસિવાય એક ચમચી મધમાં લસણની કળીના 8 થી 10 ટીપા રસ મેળવી ખાવાથી પણ ફાયદો થાય છે.

image source

અસ્થમાના રોગ માટે: આદુથી બનાવેલી ગરમ ચા સાથે લસણની બે કળી પીસીને મેળવી દો. ત્યાર બાદ આ ચા પીવાથી અસ્થમાના દર્દીને ઘણો લાભ થાય છે.

image source

ઝેરી જાનવરના ડંખ બાદ થતી બળતરા મટાડવા લસણનો ચેપ બનાવી ડંખ વાળી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. હિસ્ટીરીયાના એટેક સમયે દર્દી બેહોશ થઇ ઢળી પડે છે. આવા સમયે દર્દીના નાકમાં લસણના રસના એક-બે ટીપા નાખવાથી દર્દીને હોશમાં લાવી શકાય છે.

error: Content is protected !!