જાણો પૂજામાં કેળાના પાન ને શા માટે આપવામાં આવે છે આટલું મહત્વ

ઘણા વર્ષો થી કેળાના પાન પૂજ્ય અને પવિત્ર માનવામાં આવે છે. આપણા પૂજા વિધાનમાં કેળાનાં ફળો, દાંડી અને પાંદડાઓનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તે શુભ અને શુદ્ધતા નું પ્રતિક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં દેવગુરુ બૃહસ્પતિ નો વાસ રહે છે. દક્ષિણ ભારત માં આજે પણ કેળાના પાંદડા પર ભોજન કરવાનો રિવાજ છે. કોઈ મોટી હોટેલ માં પણ કેળાના પાંદડા પર જ ભોજન સર્વ કરવામાં આવે છે.

image source

કેળાનું વૃક્ષ અને પાનનું મહત્વ

ઘણી વખત આપણે જોયું છે, વિષ્ણુજી ની પૂજા માં તો કેળના વૃક્ષના પાનથી તેમનો મંડપ બાંધવામાં આવે છે. શાસ્ત્ર મુજબ, કેળાનું ઝાડ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું કહેવાય છે કે કેળના ઝાડ માં ભગવાન વિષ્ણુ નો વાસ છે. કેળના ઝાડની પૂજા કરવાથી જીવન માં સુખ શાંતિ આવે છે. આ ઉપરાંત પરિવાર ના સભ્યો વચ્ચે પ્રેમભર્યો સંબંધ રહે છે. શાસ્ત્રો મુજબ ગુરુવારે નિયમિત રીતે કેળાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે અને છોકરીઓ ને સારા વર પ્રાપ્ત થાય છે.

image source

જે લોકોના જન્માક્ષર માં મંગળ દોષ હોય તેઓના લગ્ન કેળના વૃક્ષ સાથે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે. કોઇ પણ પૂજા કે માંગલિક એટલે કે શુભ કાર્યોમાં ઘરના દરવાજા પર કેળના પાન લગાવવા શુભ માનવામાં આવે છે.

image source

કેળાના છોડની પૂજન વિધિ

બુધવારના રોજ સ્નાન કરીને પીળા કપડા ધારણ કરો અને છોડને જળ અર્પિત કરો. 9 વખત છોડની પરિક્રમા કરો. ગોળ અને ચણાનો ભોગ લગાવો. તેમજ બૃહસ્પતિના મંત્રોનો જાપ કરો.

image source

પૂજામાં કેળાના પાનનું મહત્વ

લક્ષ્મીજી ને કેળા નો ભોગ ચડાવવામાં આવે છે. જેથી ભગવાન વિષ્ણુ પણ ખુશ થાય છે. જ્યારે કોઈ પ્રસાદ નો ભોગ ધરવામાં આવે ત્યારે આ પ્રસાદ ને કેળાના પાન માં જ ધરવો જોઈએ. એક એવી પણ માન્યતા છે કે સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ કરવા માટે કેળા ના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે તેનાથી શુભ ફળ મળે છે.

error: Content is protected !!