જાણો શા માટે થાય છે ડાયાબીટીસ અને એનાથી બચવા માટે આ ૫ લક્ષણો પર ધ્યાન જરૂર આપવું…

ડાયાબિટિસ એક એવી બિમારી છે જેનાથી પીડિત વ્યક્તિએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું પડે છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વધુ ઊંચાઈ ધરાવતા એટલે કે લાંબા પુરુષોમાં ૪૧ ટકા અને મહિલાઓમાં ૩૩ ટકા ડાયાબિટિશ થવાનું જોખમ ઓછું રહે છે. ભારતમાં દર વર્ષે ૧૨માંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે. ડાયાબિટીસ હાર્ટ એટેક, ડિકની ફેલ્યોર અને આંખની રોશની જવાનું કારણ બની શકે છે. જોકે, આ એક એવી બીમારી છે, જેના પર દવાથી વધુ લાઈફસ્ટાઈલ અને ડાયટમાં બદલાવની અસર થાય છે.

image source

ડાયાબીટીસ ની શરૂઆત કેવી રીતે થાય છે?

શરીરમાં મોટા પ્રમાણમાં ગ્લૂકોઝ એકઠું થવાને કારણે ટાઈપ-2 ડાયાબિટીસ થાય છે. જ્યારે આપણું શરીર લોહીમાં હાજર શર્કરાની માત્રાને શોષવામાં અસમર્થ બની જાય છે તેવા સંજોગોમાં ડાયાબિટીસ થતો જોવા મળે છે. વાસ્તવમાં જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ તો આપણું શરીર કાર્બોહાઇડ્રેટને તોડી ગ્લુકોઝમાં પરિવર્તિત કરી દે છે.

image source

ત્યાર બાદ પેનક્રિયાસ માંથી ઇન્સ્યુલિન નામનો એક હૉરમોન નીકળે છે જે આપણાં શરીરની કોશિકાઓને ગ્લુકોઝ શોષવાનો નિર્દેશ આપે છે. આનાથી આપણાં શરીરમાં ઊર્જા પેદા થાય છે. પણ જ્યારે ઇન્સ્યુલિનનો પ્રવાહ અટકી જાય છે ત્યારે આપણા શરીરમાં ગ્લુકોઝની માત્રા વધવાની શરૂઆત થઈ જાય છે.

image source

ડાયાબિટિસના લક્ષણ

  • વજન વધુ હોવાના કારણે ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે.
  • હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોવાના કારણે પણ વ્યક્તિને આ બિમારી થઈ શકે છે.
  • શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી પણ ડાયાબિટિસનું જોખમ રહે છે.
  • ગર્ભાવસ્થાના સમયમાં ડાયાબિટિસ થાય તો ભવિષ્યમાં બાળકોને પણ ડાયાબિટિસ થવાનું જોખમ હોય છે.
  • હૃદયરોગ હોય કે ૪૦ વર્ષથી વધુની ઉંમર હોય અને લાઈફસ્ટાઈલ સારી ન હોય તો પણ ડાયાબિટિસનું જોખમ રહે છે.

image source

ડાયાબિટિસથી બચવાના ઉપાય

  • નશો કરવાથી બચવું, સિગારેટ-દારૂની ટેવ કેન્સર, ડાયાબિટિસ અને હૃદય સંબંધિત બિમારીઓને જન્મ આપી શકે છે.
  • મેદસ્વીતા પણ ડાયાબિટિસનું જોખમ વધારે છે. તેનાથી બચવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ ખાવી જોઈએ.
  • આખો દિવસ આરામ કરવાથી અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાથી પણ ડાયાબિટિસનું જોખમ રહે છે, આથી તેને ટાળવું જોઈએ.
  • દરરોજ કસરત કરવાથી પણ ડાયાબિટિસથી બચી શકાય છે.

error: Content is protected !!