અપનાવો લીંબુનો આ નાનકડો ઉપાય અને જાણો તેના અઢળક લાભ

લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિ સ્વસ્થ બનાવવામાં પણ લીંબુની મહત્વ પૂર્ણ ભૂમિકા હોય છે. લીંબુ શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તે પેટના જુદા જુદા રોગને ટાળવામાં મદદરૂપ થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને પણ નીચે રાખવામાં તેની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વિટામિન એ, બી અને સીથી ભરપુર લીંબુ પેટ સાથે જાડાયેલા રોગને દુર રાખવામાં મદદરૂપ થાય છે.

image source

લીંબુમાં રહેલા પોટેશિયમ, આયરન, સોડિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી શરીની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. સાથે સાથે એન્ટી ઓક્સીડેન્ટનુ કામ પણ કરે છે. સાથે સાથે શરીરમાં કોલેસ્ટ્રોલનુ સ્તર પણ ઘટાડી દે છે. રાત્રે સુતી વખતે લીંબુ પાણી પીવાથી પણ એસિડીટીની સમસ્યા દુર થાય છે. પેટમાં દુખાવો થવાની સ્થિતિ માં લીંબુ રસમાં આદુ નાંખીને પીવાથી રાહત મળે છે. ભોજન બાદ લીંબુ થોડાક પ્રમાણમાં લેવાથી પાચનક્રિયા ખુબ સારી રહે છે.

image source

પાણીમાં લીંબુ રસ મિલાવીને પીવાથી કિડની, આંતરડા અને ફેંફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સાથે સાથે પેટની સફાઇ કરવામાં તેની ભૂમિકા રહે છે. લીંબુના રસમાં મીઠુ નાંખીને પીવાથી પથરી પણ દુર થાય છે. અનેક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખૂબ જ જંગી છે.

image source

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લીંબુમાં રોગપ્રતિકારક શક્તિનું પણ પ્રમાણ ખૂબ વધારે હોય છે જેથી ઇન્ફેક્શનની તકો પણ ઘટી જાય છે. લીંબુમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીવાયરલ તત્વો પણ રહેલા હોય છે જેના લીધે ફ્લુ અને શરદી ગરમી જેવી તકલીફથી પણ રાહત મેળવવામાં લીંબુની મહત્વ પૂર્ણ ભૂમિકા હોય છે. લેમન જ્યુસ પીવાની સલાહ તબીબો દ્વારા અભ્યાસના ભાગરૂપે આપવામાં આવી છે. લોહીને સ્વસ્થ બનાવવામાં પણ તેની ભૂમિકા હોવાનો દાવો નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

त्वचा के लिए नींबू क्यों फायदेमंद है ...

image source

શરીર માંથી ટોક્સીનના પ્રમાણને દૂર કરવામાં તેની ભૂમિકા રહેલી છે. લેમનનો ઉપયોગ આધુનિક સમયમાં કોસ્મેટીક ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે. આનો ઉપયોગ એરોમાં થેરાપી માટે પણ થવા લાગ્યો છે. ફ્રેશનેશનો અનુભવ થાય તે માટે જુદી જુદી સારવાર માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.

image source

લીંબુનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો કેટલીક બિમારીને તો સરળતાથી ટાળી શકાય છે. જેમાં પથરીના ખતરનાક દુખાવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કિટનીની તકલીફને પણ દુર કરી શકાય છે. કિડની ઉપરાંત આંતરડા અને ફેફસાની તકલીફને દુર કરવામાં પણ તેની ભૂમિકા રહેલી છે. મોટા ભાગનો રોગમાં તબીબો લીંબુની સલાહ જ આપે છે. ફુડ પોયઝનિંગના કેસમાં પણ લીંબુ અસરકારક સાબિત થઇ શકે છે.

image source

ભોજન બાદ પણ લીંબુનો ઉપયોગ અસરકારક સાબિત થઇ શકે છે. કોલેસ્ટ્રોલના સ્તરને નીચે રાખવામાં તેની ઉપયોગી ભૂમિકા રહે છે. લીંબુને લઇને પહેલા પણ કેટલાક પ્રયોગો થયા છે. તમામના પરિણામો ખુબ સારા મળ્યા છે. બિમારીને ટાળવામાં લીંબુ આદર્શ સાબિત થાય છે. તે બાબતની ખાતરી મળી ગઇ છે. લીંબુનો વધારે ઉપયોગ કરનાર લોકો વધારે સ્વસ્થ રહે તે બાબત પણ સપાટી પર આવી છે.

error: Content is protected !!