ઘરમાં છે લીંબુ તો આ અસરકારક ઉપાય કરવાથી દુર ભાગશે ખરાબ સમય

લીંબુના આ ઉપાયો બદલી નાખશે તમારી કિસ્મત, ચારે તરફથી મળશે ખુશીઓ

  • જો તમારે પણ કોઈ કાર્યમાં સફળ થવું હોય તો મંગળવાર કે શનિવારે હનુમાનજીના મંદિરમાં એક લીંબુ મુકો.તે લીંબુમાં 4 લવિંગ નાખો.ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરો. આમ કરવાથી તમારા બધા જ કામ પૂર્ણ થઈ જશે.
  • જો ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે, તો તેને દૂર કરવા માટે, ઘરમાં લીંબુનું ઝાડ લગાવો.ઉપરાંત તમે ઘરના ચારેય ખૂણામાં એક લીંબુ મુકી શકો છો. આ પછી, લીંબુને ચાર ટુકડાઓમાં કાપો અને તેને ચાર રસ્તા પર જઈને ચારેય દિશામાં ફેંકી દો. આ પ્રક્રિયા કર્યા પછી પાછું વળીને જોવું નહીં.

image source
  • જો તમે ધંધામાં પૈસા ગુમાવી રહ્યા છો તો તમારે લીંબુને મધમાં ડુબાડી દુકાનના ચાર ખૂણા પર મુકો. હવે તેના ચાર ચોરસ ટુકડા કરી લો. અને તેને પણ ચાર રસ્તા પર ચારેય દિશામાં ફેકી દો.
  • જો તમારા ઘરનો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હતો અને સારવાર પછી પણ ફાયદો ન થતો હોય તો તમે એક લીંબુ લાલ, બીજું લીંબુ વાદળી અને ત્રીજુ લીંબુ કાળી શાહીમાં રંગિત કરો.

image source
  • હવે ત્રણેય લીંબુ પર એક લવિંગ લગાવી દો. હવે રૂમાલમાં ત્રણ મોતીચૂરના લાડુ અને ત્રણ લાલ અને પીળા ફૂલો બાંધો. હવે આ નેપ્કીનને બીમાર વ્યક્તિ પર સાત વાર ઉતારો. હવે તેને સુમસાન જગ્યાએ મૂકી આવો. દર્દી ઝડપથી સ્વસ્થ થઈ જશે.

image source
  • જો ઘણા પ્રયત્નો છતાં પણ તમને કામમાં સફળતા મળતી નથી અને નસીબ પણ તમારો સાથ આપતું નથી, તો પછી એક લીંબુને બે ટુકડા કરી લો. હવે જમણા હાથથી લીંબુનો ટુકડો ડાબી બાજુ ફેંકી દો. જ્યારે ડાબા હાથથી લીંબુના ટુકડાને જમણી બાજુ ફેંકી દો. આમ કરવાથી તમારું ભાગ્ય ઉજ્જવળ થશે.

image source
  • જો તમે ઇચ્છિત નોકરી મેળવવા માંગો છો, તો પછી લીંબુમાં ચાર લવિંગ નાંખો અને બજરંગબલીને ચડાવો.અને ॐ શ્રી હનુમાતે નમ:: મંત્રનો જાપ 108 વાર કરો. આ કર્યા પછી, લીંબુને પૂજાની જગ્યાએ મૂકો અને જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે તેને તમારા ખિસ્સામાં રાખો.
  • જો કોઈના ઘરમાં સાપ અને વીંછી ઘણીવાર દેખાય છે, તો તેનાથી બચવા માટે, લીંબુના બે ટુકડા આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી સવારે, તેની ફરતે એક દોરો બાંધો.આ યુક્તિથી સાપ અને વીંછી ઘરમાં પ્રવેશ કરશે નહીં

image source
  • જે લોકોને મુસીબતો માંથી છૂટકારો મેળવવો હોય, તેઓએ કાળા કપડામાં લીંબુ અને બે લવિંગ બાંધી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવવું જોઈએ.જેનાથી તમારી સમસ્યાઓ દુર થઇ શકે છે.

error: Content is protected !!