Posted By Admin
આ છે મચ્છર ભગાવવા નો સૌથી સરળ ઉપાય, શુ તમે જાણો શું છે આ ઉપાય?

મચ્છરે ખૂબ જ નુકસાનકારક છે.જે દુનિયાના દરેક સ્થાને જોવા મળે છે.આમ તો પૃથ્વી પર ઘણા બધા કીટકો હોય છે જે મનુષ્ય માટે નુકસાનદાયક છે પણ આ નાનકડું મચ્છર મનુષ્ય માટે સૌથી મોટા દુશ્મન સમાન છે. મનુષ્યનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવા માટે ના કીટકો માં મચ્છર નું નામ સૌથી ઉપર આવે છે કારણ કે આ નાનું મચ્છર ઘણા પ્રકારના સંક્રમણ પોતાની સાથે લઈને ફરે છે. જ્યારે આ મચ્છર તમને ડેન્ગ્યુ અને મલેરિયા જેવા હથિયારોનો ઉપયોગ કરીને સંક્રમિત કરે છે ત્યારે ગરમીમાં એટલે કે ઉનાળામાં આ મચ્છર ને ઘરેથી ભગાડવા માટે આ સૌથી સારો ઉપાય છે.

Image Source

મચ્છરોને ભગાડવામાં માટે આપણે ઘરમાં જ એક લિકવિડ તૈયાર કરી શકીએ છીએ. જેનો ખર્ચ ફક્ત પાંચ રૂપિયા છે. ૫ રૂપિયાની અંદર તૈયાર કરવામાં આવેલી રીફીલ ઘરેલુ નુસ્ખાઓ દ્વારા તૈયાર કરેલ છે. એ પણ ખૂબ જ સરળતાથી અને આનો કોઈ પણ સાઇડ ઈફેક્ટ નથી. તેની જાણકારી અત્યાર સુધી લોકોને ન હોવાને કારણે તેની યોગ ખૂબ જ ઓછો છે. ચાલો આપણે જાણીએ કેવી રીતે તૈયાર થઈ છે મચ્છર મારવાનુ આ લીકવીડ.

 

તો આ લીક્વીડ તૈયાર કરવા માટે આપની પાસે અમુક વસ્તુઓ હોવી ખાસ જરૂરો છે. તો ચાલો જોઈએ શું જરૂર પડશે. પ્રથમ, આપણી પાસે રીફીલ માટે ઉપયોગ માં આવેલી ખાલી શીશી હોવી જોઈએ. હવે ખાલી શીશી નું ઢાંકણુ ખોલીને ચારથી પાંચ ખપુર ની ગોટી આપણે ઉપયોગમાં લેવાની છે. કપૂરની બધી ગોટી ને સારી રીતે પીસી લ્યો.

 

હવે આપણને લીમડા ના તેલની જરૂર પડશે. અા તેલ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અથવા બજારથી પણ ખરીદી શકીએ છીએ. લગભગ ત્રણ એમ.એલ. લીમડાના તેલનો ઉપયોગ આપણે કરીશું અને તેલમાંપીસેલુ કપૂર મિક્સ કરી દેશું.

Image Source

બંનેનું મિશ્રણ કર્યા બાદ લિકવિ તૈયાર થઈ જાય છે. જેને આપણે ખાલી શીશીમાં ભરી દેશું. હવે શીશી પર ઢાંકણુ લગાવી
દેશું. અહીં લીમડાના તેલની જગ્યાએ પામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.જો કે લીમડોનું તેલ વધારે અસરકારક માનવામાં આવે છે. અને આનાથી ખુબજ ફાયદો થાય છે. તો આવીરીતે તૈયાર થાય છે આ અસરકારક લીક્વીડ.

લેખન સંકલન: ટીમ ગુજ્જુ ગપશપ

error: Content is protected !!