Posted By Admin
વરસાદની સિઝનમાં બનાવો બાળકોને મનભાવતી મલાઈ સેન્ડવીચ.

વરસાદની સીઝનમાં દરેક બાળકોને કંઈક નવું નવું ખાવાનું મન થતું હોય છે અને તેમાં પણ જો તેને આ વી સેન્ડવીચ મળી જાય તો બાળકોને મજા પડી જાય. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ એક ભલાઈ સેન્ડવિચની રેસિપી કે જે તમારા બાળકોને ખુબ જ ભાવ છે.

સામગ્રી :-

  • ૮ નંગ બ્રેડ
  • 1 ડુંગળી
  • એક સિમલા મિર્ચ
  • ૨ થી ૩ લીલા મરચા
  • 1 વાટકી મલાઈ
  • એક ચમચી રવો
  • સ્વાદ અનુસાર મીઠું
  • એક ચપટી તીખા ની ભૂકી
  • અમુલ બટર
  • ટોમેટો કેચપ

બનાવવાની રીત:-

સૌપ્રથમ મલાઈને બરાબર હલાવીને તેની અંદર બધા શાકભાજી મેળવી દો. ત્યારબાદ તેના ઉપર સ્વાદ અનુસાર મીઠું નાંખી અને એક ચપટી જેટલો તીખા નો પાવડર ઉમેરો.

હવે તેની અંદર રવો ઉમેર્યા બાદ તેને ફરીવાર બરાબર હલાવી લો.

ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ લઈ તેની એક બાજુ માખણ લગાવી દો અને બીજી બાજુ મલાઈના બનેલા આ મિશ્રણને લગાવી દો.

હવે તેના ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ રાખીને તેને બરાબર ઢાંકી દો. અહીં ધ્યાન રાખવું કે સેન્ડવીચ ની બન્ને બાજુ માખણ લગાવેલું હોવું જોઈએ જેને કારણે સેન્ડવીચને પકવતી વખતે તે ચોંટે નહીં.

ત્યારબાદ આ સેન્ડવીચને ગ્રીલ સેન્ડવીચ મશીન કે સાદા મશીનની અંદર બરાબર પાકવા દો જ્યારે તે બરાબર પાકી જાય ત્યારે તેને એક ડીશ ની અંદર કાઢી લો.

હવે આ સેન્ડવિચ ને યોગ્ય આકાર ના ચાર ભાગ કરી ગરમાગરમ સોસ સાથે પીરસો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!