Posted By Admin
ચોમાસાની ઋતુમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ મસાલા ભીંડી નું શાક

ચોમાસાની ઋતુમાં દરેક લોકોને ચટપટું ખાવાનું મન કરતું હોય છે. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા મસાલેદાર મસાલા ભીંડી નું શાક તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

  • 500 ગ્રામ ભીંડા
  • અડધી ચમચી હળદર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • એક ચપટી હિંગ
  • 500 ગ્રામ તેલ
  • ૨ લીલા મરચા
  • એક ચમચી ધાણાજીરું પાઉડર
  • એક ચમચી રાઈ
  • ચારથી પાંચ લસણની કળીઓ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી

બનાવવાની રીત

  1. સૌપ્રથમ ભીંડાને પાણીની અંદર બરાબર ધોઈ લઈ અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લો અને ત્યાર બાદ તેને સાઈડમાં રાખી દો.
  2. હવે એક વાસણની અંદર રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરી તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી પાકવા માટે રાખી દો, અને જ્યારે ડુંગળી એકદમ સોનેરી રંગની થાય ત્યારબાદ તેની અંદર લસણની કળીઓ ઉમેરી દો અને ઉપરથી બધા જ મસાલા ઉમેરી દો.
  3. હવે આ મિશ્રણને અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો અને ત્યાર બાદ તેની અંદરથી પાણી છૂટવા માંડે ત્યારે તેની અંદર ભીંડા ના ટુકડા ઉમેરી દો, અને તેની અંદર અંદાજે એક કપ જેટલું પાણી ઉમેરી બરાબર હલાવી લો.
  4. હવે તપેલાને ઢાંકી દઈ બેથી ત્રણ મિનિટ સુધી બરાબર પાકવા દો. જેથી કરીને એકદમ ઘટ્ટ ગ્રેવી બની જાય અને બધા જ મસાલા ભીંડા ની અંદર બરાબર ચડી જાય.
  5. ત્યારબાદ તેમાં ઉપરથી ઝીણી સમારેલી ધાણા ભાજી ઉમેરો અને જો જરૂર જણાય તો થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મસાલા ભીંડીનું શાક.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!