એક સમયે ખુદ પીસીને બનાવતા રસોઈનો મસાલો, આજે કરે છે કરોડોમાં કમાણી

માત્ર 1500 રૂપિયાથી કેવી રીતે બન્યા આ મહાશય ભારતીય ભોજનના મસાલાના બાદશાહ

એવું કહેવામાં આવે છે કે જો જીવનમાં કંઈક કરવાનો ઉત્સાહ અને ઇરાદો હોય, તો કોઈપણ મુશ્કેલીઓ નડતી નથી.તમે કરેલા પ્રયત્નોની એક દિવસ તમને સફળતા મળશે જ. ખરેખર આજે અમે તમને મસાલા કંપની મહાશિયા દી હટ્ટી એટલે કે MDH વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આજે આ મસાલા કંપનીની કિંમત 1500 કરોડ છે.

image source

તેના સ્થાપક મહાશય ધર્મપાલ ગુલાટી માત્ર પાંચ ધોરણ જ ભણ્યા છે. તેણે પોતાની તાંગા 650 રૂપિયામાં ખરીદીને મસાલાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ઓછા ભાવે શુદ્ધ મસાલા વેચીને, તેણે જલ્દીથી બજારમાં પોતાની ઓળખ જમાવી દીધી હતી.

image source

આજે આખા ભારતમાં 15 MDHની ફેકટરીઓ છે. આ કંપની 100 દેશોમાં તેના મસાલાઓનો નિકાસ કરે છે. 97 વર્ષના ધર્મપાલને દર વર્ષે 21 કરોડ મળે છે.

 • MDHના માલિકનું નામ મહાશય ધર્મપાલ ગુલાટી છે.
 • તેનો જન્મ 27 માર્ચ 1923 માં પાકિસ્તાનના સિયાલકોટમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.

image source
 • તેમના પિતાનું નામ મહાસાની ચુન્નીલાલ અને માતાનું નામ ચન્નન દેવી હતું.
 • સિયાલકોટમાં, તેના પિતા પાસે મહાશીયા દી હટ્ટી નામના મસાલા માટેની એક નાની દુકાન હતી.
 • તેમણે 5 માં ધોરણમાં નાપાસ થયા પછી 1933 માં શાળા છોડી દીધી હતી.
 • ભણતર છોડ્યા પછી, તેના પિતાએ તેને લાકડાનું કામ શીખવા માટે પ્રથમ સુથાર પાસે મોકલ્યા.

image source
 • 8 મહિના કામ કર્યા પછી તે ત્યાં પણ ન ગયા.
 • આ પછી તેણે સાબુનો ધંધો શરુ કર્યો,ત્યાર પછી તે કપડાના વેપારી બન્યા, ત્યારબાદ તે ચોખાના વેપારી પણ બન્યા, પરંતુ તેઓ આ કોઈ પણ કારોબારમાં લાંબું ટકી શક્યા ન હતા.

image source
 • બાદમાં, તેણે ફરીથી તેમના પૂર્વજોનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને મસાલાઓનો વ્યવસાય કર્યો.
 • આ પછી,જયારે 27 સપ્ટેમ્બર 1947 ના રોજ દેશ આઝાદ થયા બાદ તેઓ ભારત આવ્યા.

image source
 • આ પછી, તેણે કેટલાક પૈસા એકઠા કર્યા અને લાકડાની દુકાન ખરીદી અને કૌરોલ બાગથી મસાલાનો વ્યવસાય શરૂ કર્યો.
 • આ પછી તેમણે 1953 માં ચાંદની ચોકમાં પોતાની બીજી દુકાન સ્થાપિત કરી.
 • આ પછી, 1959 માં, તેમણે કીર્તિ નગર, દિલ્હીમાં મસાલાની ફેક્ટરી સ્થાપિત કરી.

image source
 • તેમણે એમની બ્રાન્ડ એમડીએચનું નામ રોશન કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, આજે દેશભરમાં એમડીએચની 15 ફેક્ટરીઓ છે.
 • આજે એમડીએચ કંપની 100 થી વધુ દેશોમાં 60 થી વધુ પ્રોડકટસનું વેચાણ કરી રહી છે.
 • તે ભારતમાં 2017 માં 94 વર્ષની વયે સૌથી વધુ કમાણી કરનાર એમડીએચના સીઈઓ બન્યા હતા.

error: Content is protected !!