મોદી સરકારની યોજના હેઠળ તમારી પત્નીના નામે ખાતું ખોલાવો, દર મહિને તેમને મળશે મોટી આવક

જો તમે તમારા પરિવારના એકમાત્ર કમાનાર છો અને તમારી પત્ની ઘરકામ કરે છે, તો થોડી ચિંતા રહે છે. હવે આ ચિંતા ને તમે મોદી સરકાર ની આ યોજનામાં નાણાંનું રોકાણ કરીને દૂર કરી શકો છો.  ઉપરાંત તમે તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો જેથી તમારી ગેરહાજરીમાં તેમની પાસે એક નિયમિત આવક આવતી રહે. તેવામાં તમે સરકારની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ કરીને તમારી પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો.

image source

પત્નીના નામે આવી રીતે ખોલો નવી પેન્શન સિસ્ટમ ખાતું : પત્નીના નામે નવું પેન્શન સિસ્ટમ (એનપીએસ) એકાઉન્ટ ખોલી શકાય છે. એનપીએસ ખાતું તમારી પત્નીને ૬૦ વર્ષની વયે પૂર્ણ થવા પર એકલપત્ર રકમ આપશે. ઉપરાંત દર મહિને તેઓને પેન્શન તરીકે નિયમિત આવક પણ થશે.  એનપીએસ એકાઉન્ટથી તમે પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલી પેન્શન મળશે.તેથી તમારી પત્ની ૬૦ વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈ પર પણ આધારિત નહીં રહે.

image source

સરળ છે પૈસા રોકાણ કરવું : તમે ન્યૂ પેન્શન સિસ્ટમ (એનપીએસ) ખાતામાં તમે તમારી સુવિધા મુજબ દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરી શકો છો. તમે ૧,૦૦૦ રૂપિયાથી પણ પત્નીના નામે એનપીએસ ખાતું ખોલી શકો છો.૬૦ વર્ષની ઉંમર માં એનપીએસ ખાતું પરિપક્વ થાય છે. નવા નિયમો અનુસાર જો તમે ચાહો તો પત્નીની ઉંમર ૬૫ વર્ષની થાય ત્યાં સુધી એનપીએસ ખાતું ચાલાવતા રહો.

image source

કોણ જોડાઇ શકે છે એનપીએસમાં ? એનપીએસમાં ૧૮ થી ૬૦ વર્ષની વયની વચ્ચે કોઈપણ પગારદાર વ્યક્તિ જોડાઈ શકે છે.  એનપીએસમાં બે પ્રકારનાં ખાતા હોય છે: tier-૧ અને tier-૨. Tier -૧ એક નિવૃત્તિ ખાતું છે, જેથી દરેક સરકારી કર્મચારીને ખોલવું ફરજિયાત છે. તે tier-૨ એક સ્વૈચ્છિક ખાતું છે, જેમાં કોઈપણ વેતન મેળવનાર વ્યક્તિ તેના વતી કોઈ રોકાણ શરૂ કરી શકે છે અને કોઈપણ સમયે પૈસા ઉપાડી શકે છે.

image source

કેવી રીતે મળશે ૬૦ હજારનું માસિક પેન્શન ? જો યોજનામાં તમે ૨૫ વર્ષની વયે જોડાઓ છો તો ૬૦ વર્ષની વય સુધી એટલે કે ૩૫ વર્ષ સુધી તમને દર મહિને ૫૦૦૦ રૂપિયા યોજના હેઠળ જમા કરવા પડશે. તમારા દ્વારા કરવામાં આવેલ કુલ રોકાણ ૨૧ લાખ રૂપિયા થશે. એનપીએસમાં કુલ રોકાણ પરનો અંદાજિત વળતર ૮ ટકા છે તો કુલ કોર્પસ રૂ. ૧.૧૫ કરોડ થશે.એમાંથી ૮૦ ટકા રકમ સાથે વાર્ષિકી ખરીદો છો તો તે મૂલ્ય લગભગ ૭૩ લાખ રૂપિયા હશે. એકમ રકમનું મૂલ્ય પણ રૂપિયા ૨૩ લાખ રૂપિયાની નજીક થશે. વાર્ષિકી દર ૮ ટકા હોય તો ૬૦ વર્ષની વય પછી દર મહિને ૬૧ હજાર રૂપિયા પેન્શન મળશે.ઉપરાંત અલગ થી ૨૩ લાખ રૂપિયાનું ભંડોળ પણ મળશે.

error: Content is protected !!