મહાભારત માં આ અભિનેત્રીએ નિભાવ્યું હતું કુંતીનું પાત્ર, 70 ના દાયકામાં ગ્લેમરસ અંદાજ માટે હતી ખુબજ ફેમસ

બીઆર ચોપડા નું મહાભારત હાલમાં ટીવી પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે જે દર્શકો ને ખુબજ પસંદ આવી રહ્યું છે. તેની સાથે સાથે આ શો અને તેમાં કામ કરનાર કલાકારો વિશે પણ ઘણી બધી વાતો સામે આવેલ છે. જે ખુબજ રસપ્રદ રહી છે. તો ચાલો જાણીએ.  વર્ષ ૧૯૮૮ માં પહેલી વાર ટીવી પર દેખાડવામાં આવેલ મહાભારત માં અભિનેત્રી નાજનીન એ કુંતી નું પાત્ર નિભાવતું હતું. જેના માટે તેને ખુબજ પસંદ કરવામાં આવી હતી.

image source

પરંતુ શું તમે જાણો છો આની પહેલા તે ઘણી બોલીવુડ ની ફિલ્મો માં કામ કરી ચુકી છે. એટલું જ નહિ ફિલ્મો માં તે પોતાના ગ્લેમરસ અંદાજ માટે ખુબજ ફેમસ પણ હતી. મહાભારત માં કુંતી નું પત્ર નિભાવનાર અભિનેત્રી નાજનીન ૭૦ ના દાયકા માં પોતાના ગ્લેમરસ અંદાજ માટે પ્રખ્યાત હતી. ૪૪ વર્ષ પહેલા તેમણે ફિલ્મ ચલતે ચલતે માં ગ્લેમરસ રોલ નિભાવ્યો હતો.

image source

વર્ષ ૧૯૭૨ માં અભિનયમાં કરી હતી એન્ટ્રી :

નાજનીન એ ૧૯૭૨ માં ફિલ્મ સ-રે-ગા-માં-પા થી બોલીવુડ માં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી બોલીવુડ ફિલ્મો માં કામ કર્યું જેમાં મેરે ગરીબ નવાબ, નિર્દોષ, કોરા કાગજ, રંગ ખુશ, ચલતે ચલતે, ફૌજી, યારી જિંદાબાદ, દિલદાર, હેવાન, બિન ફેરે હમ તેરે, ઓ બેવફા, એક દુજે કે લિયે, ખુદા કસમ, ચંબલ કે ડાકુ, દો ઉસ્તાદ જેવી ફિલ્મો નો સમાવેશ થાય છે.

image source

ફિલ્મ કોરા કાગજ માં અભિનેત્રી જય બચ્ચન પણ હતી, તેની બહેન બની હતી, આ ફિલ્મ પછી નાજનીન ણે ફિલ્મ માં બહેન ના રોલ ઓફર થવા લાગ્યા હતા. નાજનીન છેલ્લી વાર વર્ષ ૧૯૮૬ માં ફિલ્મ આદમખોર માં જોવા મળી હતી.

મહાભારતમાં મળ્યું કામ : ત્યાર બાદ નાજનીન ને બી આર ચોપડા ની મહાભારત માં કુંતી નું પાત્ર મળી ગયું, જેના માટે તેને ખુબજ પસંદ કરવામાં આવી. ત્યાર બાદ ના તે કોઈ સીરીયલ માં જોવા મળી કે ના કોઈ ફિલ્મ માં છેલ્લા ૩૦ વર્ષ થી કોઈ નથી જંતુ કે નાજનીન ક્યાં છે અને શું કરી રહી છે.

error: Content is protected !!