ઘણા લોકોને આવા પ્રકારની સમસ્યા થતી હોય છે. ઘણી વાર સુતી વખતે પણ નસ ચડી જતી હોય છે અને જેના કારણે ઉભું થવામાં પણ તકલીફ થાય છે. નસ ચડી જાય ત્યારે આપણા શરીર માં વહેતું લોહી પણ બંધ થઇ જાય છે જેના કારણે થોડી તકલીફ થાય છે અને દુખાવો પણ ઘણો થાય છે.
આમ તો આ નસ ચડી જવી એ એક સાધારણ પ્રક્રિયા છે, પરંતુ તેનથી શરીરમાં દુખાવો પણ થાય છે. જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે. તો ચાલો જાણી લઈએ એ ઘરેલું નુસખા વિશે..
મીઠું ચાટવું
નસ ચઢી જવા પર મીઠાનો એક સહેલો ઉપાય તમને થોડીક જ સેકન્ડમાં રાહત અપાવી શકે છે. જેના માટે જ્યારે પણ તમને નસ ચઢી જાય તો તમે એક ચપટી મીઠું ચાટી લો.
બરફનો શેક
દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યા પર બરફથી શેક પણ કરી શકો છો. ઠંડી શેકાઈથી નસ ઉતરી જાય છે અને દુખાવો દૂર હોય છે.
કેળાનું સેવનથી દુખાવામાં રાહત
કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમી દૂર થઈ જાય છે.
નખનો નીચેનો ભાગ
જો તમારી પગની નસ ચઢી જાય તો તમારા જે પગની નસ ચઢી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડવું.. આવું ત્યાં સુધી કરવું જ્યારે ઠીક ન થઈ જાય.
પગ નીચે ઓશિકું
જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય છે તો તમે પગ નીચે ઓશીંકા મૂકી લો.
કાનના નીચેના ભાગને દબાવો
શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું . તેનાથી થોડા જ સમયમાં દુખાવો ઠીક થઈ જશે.