12 વર્ષથી અંજલીનો કિરદાર નિભાવી રહેલી નેહા મહેતાએ છોડ્યો તારક મહેતા કા ઉલટા ચશ્માં શો..

તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોને ઘણો પ્રેમ મળ્યો છે. પરંતુ હવે શોના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. શોમાં અંજલિ મહેતાની ભૂમિકા ભજવતી નેહા મહેતા હવે શો છોડી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે.

image source

નેહા મહેતાએ છોડ્યું તારક મહેતા: સમાચાર મુજબ જાણકારી મળી છે કે નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. નેહાએ નિર્માતાઓને કહ્યું છે કે તે સેટ પર આવી શકે તેમ નથી. નેહા હવે આ શોમાં જોવા મળશે નહીં. આ વિશે નેહાએ શોના મેકર્સને પહેલા જ કહી દીધુ હતું. જો કે, નિર્માતાઓ નેહાને શો પર રાખવા માટે પોતાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ અભિનેત્રીની કારકિર્દી માટે કેટલીક જુદી જુદી યોજનાઓ છે અને તેથી જ અભિનેત્રીએ તારક મહેતા કા ઉલટા ચશ્માં શો છોડી દીધો છે.

image source

આ સાથે જ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે નેહાને કોઈ બીજો પ્રોજેક્ટ મળ્યો છે, અને તે જલ્દીથી તેના બીજા પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. એ પણ નોંધનીય છે કે 28 મી જુલાઈએ તારક મહેતા કા ઉલટા ચશ્માએ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. અંજલિની ભૂમિકા નિભાવી રહેલી નેહા મહેતા શરૂઆતથી જ આ શોમાં છે. અને આ સિરિયલમાં તે તારક મહેતાની પત્ની અંજલી મહેતાની ભૂમિકા ભજવી રહી હતી. શોમાં તેના ડાયેટ ફૂડની ખૂબ ચર્ચા થઈ હતી.

image source

શો વિશે વાત કરવામાં આવે તો લોકડાઉન દરમિયાન શોનું શૂટિંગ બંધ કરાયું હતું. પરંતુ જ્યારે લોકડાઉન પછી આ શોનું શૂટિંગ શરૂ થયું ત્યારે શોને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.તમને જણાવી દઈએ કે લોકડાઉન પછી 10 જુલાઈએ ફરી શુટિંગ ચાલુ કર્યું હતું.આ સીરીયલ ટીઆરપી રેટિંગ્સમાં ટોચ પર છે. હાલમાં જેઠાલાલના સપનાએ ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.

image source

અગાઉ સોઢીના પણ શો છોડવાના સમાચાર મળ્યા હતા:અગાઉ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં રોશન સિંઘ સોઢી એટલે કે ગુરચરણસિંહે પણ આ શો છોડી દીધાના સમાચાર આવ્યા હતા. જોકે, શોના નિર્માતા અસિત મોદીએ તેને અફવા ગણાવી હતી.

error: Content is protected !!