આ પહાડી કીડા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો..

તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનો આ એક કીડો છે જેની કિંમત કરોડો છે. આ કીડો ફક્ત ભારતમાં જ જોવા મળે છે.હિમાલયન વાયગ્રાના નામથી પ્રખ્યાત ફૂગના કીડા બજારમાં પ્રતિ કિલો આશરે 20 લાખ રૂપિયામાં વેચાય છે,જોકે હાલમાં તેનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઇ ગયો છે.

image source

આ વખતે તેને એક લાખ રૂપિયામાં પણ કોઈ ખરીદવા તૈયાર નથી, જ્યારે ચીનને આ કીડની સૌથી વધુ જરૂર છે. ભારત અને ચીન વચ્ચે  સરહદના વિવાદની સાથે કોરોના વાયરસના કારણે આ વખતે આ કીડાનો વ્યવસાય ડગી ગયો છે.

image source

આ ઔષધીને ઉત્તરાખંડમાં ‘કૃમિના ઔષધી’ તરીકે ઓળખાય છે આ કીડો 3500 મીટરથી વધુની ઉંચાઇવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ભારત સિવાય તે નેપાળ, ચીન અને ભૂટાનના હિમાલય અને તિબેટના પઠારી વિસ્તારોમાં જોવા મળે છે.તે ઉત્તરાખંડના પિથોરાગ,ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ઉંચાઇવાળા વિસ્તારોમાં જોવા મળે છે. મે અને જુલાઇ મહિનાની વચ્ચે, જ્યારે પર્વતો પરનો બરફ પીગળે છે, ત્યારે સરકાર દ્વારા અધિકૃત 10-12 હજાર સ્થાનિક ગ્રામજનો તેને દૂર કરવા ત્યાં જાય છે, તેને બે મહિના તેને જમા કર્યા બાદ,દવાઓ માટે વિવિધ સ્થળોએ મોકલવામાં આવે છે.

image source

તે એક પ્રકારનું જંગલી મશરૂમ છે જે તેના કીડાઓની ઈલ્લીયો એટલે કે કેટરપીલર્સને મારીને તેની ઉપર ઉગે છે આ ઔષધિનું વૈજ્ઞાનિકનામ કોર્ડીસેપ્સ સિનેનેસિસ છે.જે કીડા પર તે કેટરપિલર ઉગે છે તેને હેપીલસ ફેબ્રિકસ કહેવામાં આવે છે,ત્યાંના સ્થાનિક લોકો તેને કીદાજડી કહે છે, કેમ કે તે અડધો કૃમિ અને અડધી જડીબુટ્ટી છે. ચીન અને તિબેટમાં તેને યારશાબુન્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

હલ્દ્રની ખાતે ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર દ્વારા જોશીમઠની આજુબાજુ કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે છેલ્લા 15 વર્ષમાં તેની ઉપજમાં 30 ટકાનો ઘટાડો થયો છે. આટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય નેચર કન્સર્વેઝન એસોસિએશન (આઈયુસીએન) એ તેને ખતરા એટલે કે લાલ સૂચિમાં મૂક્યું છે.

image source

IUCN (આઈયુસીએન) માને છે કે તેની ઉણપ તેના વધુ પડતા ઉપયોગને કારણે ઉભી થાય છે, તેનો ઉપયોગ શારીરિક નબળાઇ,યૌન ઇચ્છાશક્તિ, કેન્સર વગેરે રોગોના ઇલાજ માટે થાય છે, તે એક પ્રકારનો જંગલી મશરૂમ છે, જે એક ખાસ જંતુના કેટરપિલર ઉગે છે.

error: Content is protected !!