Posted By sejal
વધારે પડતી દુખાવાની ગોળીઓ ખાવાથી થાય છે આપણા શરીરને આટલું નુકસાન, જાણો અહી..

અત્યારની જીવનશૈલી માં લોકો મોટા ભાગે ભાગદોડ ભરી જીંદગી માં સમય ના અભાવે બહારનું અને જંકફૂડ વધુ પ્રમાણ માં ખાય છે તેમંજ સાથે સાથે વધી રહેલા પ્રદુષણ ના કારને પણ વ્યક્તિઓ ના શરીર માં  નાની મોટી બીમારીઓ દરરોજ ઉભી હોય છે. મોટાભાગે લોકોના શરીરમાં માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવા જેવી સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે.

image source

અને લોકો માં આવો દુખાવો સહન કરવાની શક્તિ પણ ઓછી થઇ રહી છે જેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હંમેશા પેનકિલર દવાઓનું સેવન કરે છે. આ પેનકિલર એક તબ્બકે લોકોના દર્દને તો દુર કરે છે પરંતુ આ દવાના વધુ પડતા સેવેનથી આડ અસરો પણ થઇ શકે છે. તેથી જેમ બને તેમ આવી દવાઓ થી દુર રહેવું જ સારું માનવામાં આવે છે. જાણો,વધુ પડતા સેવેનથી થતી આડ અસરો :

image source

૧. વધાર પડતાં દુખાવાની દવાના સેવનથી બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત હાડકાને પણ નુકસાન પહોંચાડે છે તમારા હાડકાં નબળાં પડી જાય છે. આવી દવાઓ થી આપણા શરીર નો દુખાવો તો તરત દુર થઇ જાય છે જેથી આપણને ખુબજ રાહત મળે છે પરંતુ સામે ની બાજુ એ આપણને ડબલ નુકશાન કરે છે.

image source

૨. કેટલાક લોકો નાની સમસ્યાઓમાં પણ પેનકિલરનું સેવન કરતાં હોય છે, પરંતુ આ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં આ પેનકિલર દવાઓનું સેવન કરો છો તો એનાથી તમારી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે સાથે સાથે વધારે પ્રમાણમાં આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાનું પણ જોખમ થઇ શકે છે.

image source

૩. કેટલીક વાર પેનકિલર લેવાથી દુખાવો તો ઓછો થઇ જાય છે પણ એનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયરિયા અને પેટના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે. તેથી બની શકે ત્યાં સુધી ક્યારેય પણ આવી દવા ડોક્ટર ની સલાહ વીના લેવી જોઈએ નહિ. જો કઈ પણ તકલીફ હોય તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી ઘરે બેઠા જાતે મેડીકલ માંથી લાવી આવી દવાઓના સેવન થી બચવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!