Posted By Admin
પાંચમું ફેલ ધર્મપાલ ગુલાટીએ આ રીતે ઉભું કર્યું અબજો રૂપિયાનું સામ્રાજ્ય

મહાશય ધર્મપાલ ગુલાટી ને આજે કોઈપણ પ્રકારના ઓળખાણની જરૂર નથી. તમે MDH મસાલા નું નામ તો સાંભળ્યું જ છે આ કંપનીએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની અંદર પોતાનું નામ રોશન કર્યું છે. અને સમગ્ર દુનિયાની અંદર ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. આજે આ કંપની દ્વારા અનેક પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. અને સમગ્ર દુનિયાની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ મહાશય ધર્મપાલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કંપની પાછળ પણ એક મોટી અને લાંબી કહાની છે. આ વ્યક્તિ કંઈ રાતોરાત આવડો મોટો વ્યક્તિ બની શક્યો નથી. પરંતુ તેણે પોતાનું નામ આવડું મોટું કરવા માટે રાત દિવસ મહેનત કરી છે. મહાશય ધર્મપાલે પણ પોતાના જીવનની અંદર અનેક પ્રકારના ઉતાર-ચઢાવ જોયા છે તેણે અનેક પ્રકારની ગરીબી અને પરિસ્થિતિઓનો સામનો કર્યો છે.

પરંતુ આવી ખરાબ પરિસ્થિતિઓમાં તેણે પોતાની હિંમત હારી નહીં અને તે સફળતાની શોધમાં આગળ ને આગળ વધતા રહ્યા. આજે મહાશય એ એક નામ છે કે જેના દ્વારા માત્ર હિંદુસ્તાનની અંદર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર લોકો તેને ઓળખે છે. આજે કરોડો લોકોના ઘરમાં મહાશય ધર્મ પાલના કંપનીની અંદર બનાવેલા મસાલાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો જાણીએ તેની પાછળ ની આખી કહાની.

તેમનો જન્મ સિયાલકોટમાં વર્ષ 1923 ની અંદર એક ખૂબ જ સામાન્ય પરિવારની અંદર થયો હતો તેમના પિતાનું નામ મહાશય ચુનીલાલ હતું અને માતાનું નામ ચનાના દેવી હતું. જ્યારે મહાશય ધર્મપાલ ખૂબ જ નાના હતા ત્યારે તેની માતા અને પિતા દ્વારા તેને ભણવા માટે ખૂબ જ પ્રેરિત કરવામાં આવતા હતા. આમ છતાં મહાશય ધર્મપાલ ભણવામાં ખાસ કઈ ધ્યાન રાખતા ન હતા અને તેણે માત્ર ચાર ધોરણ સુધી જ પરીક્ષા પાસ કરી અને જ્યારે તે પાંચમા ધોરણમાં ફેલ થયા ત્યારબાદ તેણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું.

આથી તેના પિતાએ તેને એક દુકાનમાં કામે રાખી દીધો જેથી કરીને તે નાના મોટું કામ શીખી લે. અને ત્યારબાદ પોતાની રોજીરોટી કમાઈ શકે પરંતુ માત્ર થોડા દિવસો સુધી કામ કરવા બાદ તેણે ત્યાંથી કામ છોડી દીધું. આમ કરતા કરતા ધીમે ધીમે પંદર વર્ષ થઇ ગયા હતા અને તેણે 15 વર્ષની અંદર 50 અલગ અલગ જગ્યાએ કામ કરી અને મૂકી દીધું હતું.

તે સમયે સાઈલકોટ લાલ મરચા માટે ખૂબ જ પ્રખ્યાત હતું. અને આથી જ ધર્મ બાલ ના પિતા તેને એક મસાલા ની દુકાને લઈ ગયા ધીમે-ધીમે ધર્મ પાલને આ ધંધો સારો લાગવા માંડ્યો. અને તે આ ધંધા ની અંદર ધ્યાન આપવા લાગ્યો. જ્યારે વર્ષ 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ સાઈલકોટ પાકિસ્તાન નો ભાગ બની ગયો.. અને ત્યાં રહેલા હિન્દુઓની હાલત એકદમ કથળી ગઈ.

આથી જ મહાશય ધર્મપાલ તેના પરિવારને પાકિસ્તાન માંથી લઈ અને ભારતમાં પરત આવી ગયા. અને ત્યાં તેણે પોતાની મસાલાની એક દુકાન શરૂ કરી જ્યારે મહાશય ધર્મપાલ ભારતમાં આવ્યા હતા ત્યારે તેની પાસે માત્ર પંદરસો રૂપિયા જ હતા, અને તેની પાસે કોઈ પણ કામ ધંધો પણ હતો નહીં અને આથી જ તેણે મસાલાની દુકાન શરૂ કરી,

ત્યારબાદ તેણે પોતાની રીતે મસાલા બનાવવાના શરૂ કર્યા. અને ધીમે-ધીમે પોતાના નામથી એ મસાલા ત્યાં વેચવાના શરૂ કર્યા અને આસપાસના વિસ્તારમાં તેના મસાલા ખૂબ જ પ્રખ્યાત થવા માંડ્યા. અને જોતજોતામાં તે સમગ્ર દિલ્હીની અંદર પ્રખ્યાત થઈ ગયા. અને ત્યારબાદ તેણે પોતાની એક કંપની સ્થાપી અને પેકિંગ દ્વારા લોકોના ઘર ઘર સુધી આ મસાલા પહોંચે તેવી વ્યવસ્થા શરૂ કરી.

અને આજે તેની આ કંપની કઈ ઊંચાઈઓ ઉપર પહોંચી છે તે જણાવવાની કોઈને જરૂર નથી. કેમકે આપણે દરેક લોકો જાણીએ છીએ કે લોકોના ઘરોમાં આ કંપનીના જ મસાલાનો ઉપયોગ થાય છે. અને આ કંપની દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશો ની અંદર ખરીદવામાં આવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!