પેટના બળ પર સૂવાથી કરવો પડે છે આટલી સમસ્યાઓનો સામનો, જો તમે પણ સુવો છો આ રીતે તો થઇ જાવ સાવધાન

આ તો આપણે બધા જાણીએ છીએ કે ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે  ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ શું તમે આ વાત થી જાગૃત છો કે તમારી સૂવાની રીત તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે.ઘણા લોકોને પેટના બળ પર સૂવાની ટેવ હોય છે અને તેની આ જ ટેવ તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. મોટાભાગના બાળકોને પેટ પર સૂવાની ટેવ હોય છે. ઘણી વાર મોટા થાય ત્યાં સુધી આ ટેવ  બદલાય છે જ્યારે કેટલાક તેમની આ આદત છોડી શકતા નથી.  આવું એટલા માટે થાય છે કારણ કે તેમની ટેવ આવી ગઈ છે. તેથી, તે મહત્વનું છે કે બાળકને શરૂઆતથી જ પીઠ પર સૂવું જોઈએ. તો જાણો, જ્યારે પેટમાં સૂવાની ટેવને લીધે મોટા થાય છે ત્યારે કોઈને કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

પેટના બળ પર સૂતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો તેના વિશે જાણીએ :

  • તમે કદાચ નહીં જાણતા હોવ પણ પેટના બળ પર સૂવાની ટેવ કમરના દુખાવાનું કારણ બની જાય છે. ખરેખર, આને કારણે કરોડરજ્જુનું કુદરતી આકાર બદલાવાનું શરૂ થાય છે. જેના કારણે સતત વ્યક્તિને દર્દનો સામનો કરવો પડે છે.આયા સુધી તમારા માટે બેસવું-ઉઠવું પણ મુશ્કેલ થઈ જાય છે.
  • પેટના બળ પર સૂવાથી ગળાની સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરે છે અને વાળેલા ગળામાંથી લોહીની સપ્લાય માથાની અંદર યોગ્ય રીતે નથી થઈ શક્તુ. જેના કારણે માથાનો દુખાવો થવા લાગે છે.
  • જ્યારે ગળાની સ્થિતિમાં તફાવત હોય છે ત્યારે તો તેના કારણે ગળામાં ખેંચાણ પણ આવી જાય છે. તેથી જ્યાં સુધી શક્ય હોય, પેટના બળે સૂવાનું ટાળો.

image source
  • પેટ ના બળે સૂવાથી પાચનની પ્રવૃત્તિ પણ પ્રભાવિત થાય છે. ખાવાનું સરળથી ન પચવાના કારણે પેટને સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • સગર્ભાવસ્થામાં મુશ્કેલી : જે સ્ત્રીઓને પેટ ના બળ પર સૂવાની ટેવ હોય છે, ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કે પણ, તેઓ તેમના પેટના બળ પર જ સુવે છે, પછી તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નીચલા પેટમાં તીવ્ર પીડા એ એક સામાન્ય ઉદાહરણ છે. ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર સુવાથી શરીરના લોહીના પ્રવાહમાં ખલેલ આવે છે. આને કારણે, શરીરને સંપૂર્ણ ઓક્સિજન મળતું નથી અને ગર્ભાશયમાં રહેલા બાળકને પણ ઓક્સિજનની યોગ્ય માત્રા મળી નથી. જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે સારું નથી.

error: Content is protected !!