પાડોશી દેશોમાં શું છે પેટ્રોલ-ડીઝલ ના ભાવ, પાકિસ્તાનમાં તો હાહાકાર મચી ગયો છે

દુનિયા અને દેશમાં હાલ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધી રહ્યા છે. કોરોના વાઈરસ ના ચાલતા દરેક દેશોમાં તેના ભાવ વધી રહ્યા છે. એવું નથી કે તેની અસર માત્ર ભારત માં જ છે પરંતુ પડોસી દેશો માં પણ એટલોજ ભાવ વધારો થઇ રહ્યો છે.

image source

પાકિસ્તાને કર્યો ૨૫ રૂપિયાનો વધારો : પડોશી દેશ પાકિસ્તાન માં પેટ્રોલ ના ભાવ માં અચાનક ૨૫ રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં રોજ રોજ ભાવ નથી વધતો ત્યાં સરકાર દર મહીને કિંમત ની સમીક્ષા કરી ભાવ વધારવાની કે ઘટાડવાની નિર્ણય કરે છે. નવા ભાવ અનુસાર પાકિસ્તાનમાં પેટ્રોલ ની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ડીઝલ માં ૨૧ રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારાની સાથે નવી કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. પેટ્રોલ કરતા પણ ડીઝલ ૪ પૈસા વધારે મોંઘુ છે.

image source

શ્રીલંકા માં આટલી છે કિંમત : https://www.globalpetrolprices.com/ નામની વેબસાઈટ અનુસાર બીજો પડોશી દેશ શ્રીલંકા માં પેટ્રોલ ની કિંમત ૨૨ જુન ના હિસાબે ૧૬૧ શ્રીલંકન રૂપિયા પ્રતિ લીટર છે. ભારતીય રૂપિયા મુજબ આ કિંમત ૬૫.૭૬ રૂપિયા પ્રતિ લીટર થાય. તેમજ જો ડીઝલ ની વાત કરીએ તો ભારતીય રૂપિયા મુજબ ૪૨.૪૮ રૂપિયા છે. તેમજ સ્થાનીય મુદ્રા માં તેની કુમ્મ્ત ૧૦૪ પ્રતિ લીટર છે.

image source

નેપાળમાં ભારતથી પણ વધારે છે કિંમત : નેપાળની વાત કરીએ તો અહી ડીઝલ ની નેપાળી રૂપિયા માં કિંમત ૮૫ રૂપિયા પ્રતિ લીટર છે. જે ભારતીય મુદ્રા પ્રમાણે રૂપિયામાં ૫૩.૨૯ રૂપિયા પ્રતિ લીટર થાય છે. તેમજ પેટ્રોલ ની ભારતીય રૂપિયામાં કિંમત ૬૦.૧૮ રૂપિયા પ્રતિ લીટર છે. નેપાળી રૂપિયામાં પેટ્રોલ ૯૬ રૂપિયા પ્રતિ લીટર છે.

image source

ભૂતાન માં સસ્તું છે પેટ્રોલ :  ૨૨ જુન ના રોજ સૌથી નાના દેશ ભૂતાન માં પેટ્રોલ ની કિંમત સ્થાનીય મુદ્રા માં ૪૯.૫૬ રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ડીઝલ ની કિંમત ૪૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર છે. ભારતના રૂપિયા અને ભૂતાન ની કરન્સી નું મુલ્ય એક જ છે.

image source

બાંગ્લાદેશ માં છે આટલી કિંમત : બાંગ્લાદેશ માં ડીઝલ ની કિંમત ૨૨ જુન ના હિસાબે ૬૫ ટકા રૂપિયા પ્રતિ લીટર છે. ભારતીય રૂપિય ના હિસાબ થી તે ૫૮.૩૯ રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ પેટ્રોલ ની કિંમત ભારતીય રૂપિયાના હિસાબે ૭૯.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે. બાંગ્લાદેશી ટકા ના હિસાબે તે ૮૯ ટકા રૂપિયા પ્રતિ લીટર છે.

error: Content is protected !!