નરેન્દ્ર મોદી નો મોટો ખુલાસો, 20 એપ્રિલ થી આ તમામ વસ્તુઓ ખોલવાનો આદેશ, શું શું ખુલશે જરા એના પર એક નજર

લોકડાઉન ને ત્રણ મે સુધી વધારીને પીએમ મોદીએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન દરેક વિભાગો, ભારત સરકાર, રાજ્ય, કેન્દ્રસાશિત પ્રદેશ માટે મૂકવામાં આવી છે. ગૃહ મંત્રાલયએ ૨૦ એપ્રિલ પછી કામ કરવાની છૂટ આપી છે. એમને સોશિયલ ડિસ્ટન્સિગ રાખવાનો આદેશ પણ આપ્યો છે તેમજ કર્મચારીઓના રહેવા અને ખાવાનો પ્રબંધ આજુબાજુ કોઈ બિલ્ડિંગમાં કરવા માટે કહ્યું છે.

How to curb the spread of COVID-19 through 'social distancing ...

 

image source

નવી ગાઇડલાઇન મુજબ દરેક પરિવહન સંસાધનો પર અત્યાર પૂરતી રોક લાગેલી રહેશે. રાજ્યની સીમાઓ સીલ જ રહેશે. જો કે આવશ્યક સેવાઓ માટે લોકોને બહાર જવાની છૂટ મળશે. 50 ટકા કર્મચારીઓ સાથે આઇટી કંપનીઓને કામ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યાં ઈ-કોમર્સ કુરિયર અાઈ.ટી. રીપેર જેવી સેવાઓને પણ છૂટ આપવામાં આવી છે.

20 એપ્રિલથી આ દુકાનો રહેશે ખુલી: જરૂરી સામાન મોકલનાર ઇ-કોમર્સ કંપની, કિરાણાની દુકાન, રાશનની દુકાન, ફળો તેમજ શાકભાજીની લારીઓ, સાફ-સફાઈમાં ઉપયોગી વસ્તુઓ વેચનારી દુકાનો,ડેરી, પોલ્ટ્રી, મીટ,મચ્છી વેચનારની દુકાનો. જીલ્લા પ્રશાસનની જવાબદારી રહેશે કે આ બધી વસ્તુઓને હોમ ડીલેવરી ની વ્યવસ્થા કરાવે માટે વધારે લોકો ઘરથી બહાર ન નીકળે.

File:Home-delivery.jpg - Wikimedia Commons

આની સાથે જ બેન્ક,એટીએમ ખુલ્લા રહેશે. કેપિટલ અને ડેબિટ માર્કેટ નિર્દેશ અનુસાર કામ કરશે. મજૂરોને માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિગને ધ્યાનમાં રાખીને કામ કરવાની છૂટ મળશે. પેટ્રોલ, ડીઝલ,સીએનજી, એલપીજી તેમજ પીએનજી નો સપ્લાય ચાલુ રહેશે. ડાક ઘર અને આઈટી સેવાઓ પણ ચાલુ રહેશે.

Lab tech draws CPI to reduce steps, improve processes > 45th Space ...

હોસ્પિટલ,નર્સિંગ હોમ, ક્લિનિક, ટેલી-મેડિસિન સેવાઓ ચાલુ રહેશે. ડિસ્પેન્સરી,કેમીસ્ટ, ફાર્મસી ઔષધી કેન્દ્ર જેવી મેડીકલ સેવાઓ આપતી દુકાનો,મેડિકલ લેબ અને કલેક્શન સેન્ટર, મેડિકલ રિસર્ચ લેબ, ફાર્મા રિસર્ચ લેબ, કોરોના થી જોડાયેલ રિસર્ચ કરનાર સંસ્થાઓ, વેટનરી હોસ્પિટલ, ડિસ્પેન્સરી ક્લિનિક, પેથોલોજી લેબ, દવાઓ વેચનાર કોરોના માટે જરૂરી સેવાઓ દેવાવાળી અધિકૃત નિજી સંસ્થાઓ,હોમ કેર,ડાયગ્નોસ્ટિક અને હોસ્પિટલ ને લગતી સેવાઓ આપનાર બધી સંસ્થાઓ ચાલુ રહેશે.

 

લેખન સંકલન: ગુજ્જુ ગપશપ

error: Content is protected !!