Posted By Admin
PM મોદીની પેનની કિંમત સાંભળીને તમે પણ રહી જશો દંગ.

મિત્રો આજે ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ નરેન્દ્ર મોદીને ઓળખી રહ્યું છે. કેમકે તેમણે અનેક દેશોની મુલાકાત લઈને ભારત દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ પોતાના નામનો તથા ભારત દેશના નામનો ડંકો વગાડ્યો છે અને આપણે ઘણી વખત મીડિયા ઉપર જોતા રહીએ છીએ કે નરેન્દ્ર મોદી પોતાના સ્ટાઇલના કારણે ખૂબ જ ફેમસ છે. તે વારંવાર અલગ-અલગ પ્રકારના વેશ ધારણ કરે છે અને તેના શોખ પણ એટલા જ સ્ટાઇલિશ છે.

તમે ઘણી વખત જોયું હશે એ નરેન્દ્ર મોદી જે જગ્યાએ સ્ટેજ શો કરે છે તે જગ્યાનો વેસ ધારણ કરી લે છે. અને તેને આવા નવા નવા લૂક અપનાવવાનું પણ ખૂબ જ ગમે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીને બીજા આવા ઘણા શોખ છે કે જેના વિશે તમે લોકો જાણતા નહીં હોવ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદીના આવા જ એક શોખ વિશે.

નરેન્દ્ર મોદીને મોંઘા કપડા અને મોંઘી ઘડિયાળ પહેરવાનો શોખ તો છે જ અને તે પોતાના પહેરવેશની સ્ટાઇલથી સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે જ અને તે પોતાના હાથ પર ખૂબ જ મોંઘી એવી મુવેદો ઘડિયાળ પણ બાંધે છે. જેની માર્કેટ પ્રાઇસ 8 હજારથી માંડીને ૨ લાખ સુધીની હોય શકે છે. પરંતુ આ સિવાય મોદીને બીજી એક વસ્તુનો પણ શોખ છે અને તે છે ખૂબ જ મોંઘી અને એક્સ્પેન્સિવ પેન નો.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીને આવી ખાસ પેન ની જરૂર શા માટે પડતી હોય છે. કેમકે દેશ-વિદેશ સાથે કરવામાં આવતા કરારો પર નરેન્દ્ર મોદી આજ પેન દ્વારા જ સાઈન કરે છે. આથી જો તેની પેન પણ સ્ટાઇલિશ હોય તો ભારત દેશના વડાપ્રધાન નું નામ સમગ્ર વિશ્વની અંદર મોખરે આવી જાય છે અને આથી જ નરેન્દ્ર મોદી પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ બોલપેન નું કલેક્શન છે.

નરેન્દ્ર મોદી પાસે રહેલી પેન ની કિંમતો લાખોમાં છે અને તેની એક ખાસ વાત એ છે કે તે દરેક એક જ કંપની દ્વારા બનાવવામાં આવેલી છે અને આ કંપનીનું નામ છે મોન્તાબ્લેંક આ કંપની દ્વારા બનાવવામાં આવેલી આ પેનની કિંમત અંદાજે 1.3 લાખ રૂપિયા જેટલી છે જી હા 1.3 લાખ રૂપિયા.

નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા તેની પહેલા તે ફાઉંટેન પેન નું કલેક્શન કરતા હતા અને ત્યારબાદ જ્યારે તે વડાપ્રધાન બની ગયા ત્યારે અલગ અલગ પ્રકારની નવી નવી પેન નું કલેક્શન કરવાનું શરૂ કર્યું છે અને નરેન્દ્ર મોદીની દરેક પેનની કિંમત અલગ અલગ હોય છે. પરંતુ તાજેતરમાં જે પેનનો ઉપયોગ કરી રહ્યા છે તે પેનની કિંમત 130000 રૂપિયા છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!