દરેક લોકોને જીવનમાં પૈસાની જરૂરત પદ છે. પૈસા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે. પૈસાથી, આપણે બધી સુવિધાઓ ખરીદી શકીએ છીએ અને જીવનની મૂળભૂત આવશ્યકતાઓ પૈસા દ્વારા પૂરી થાય છે. પરંતુ વધારે પૈસા કમાવવા માટે સખત મેહનતની સાથે સારી કિસ્મત પણ મહત્વ રાખે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મેહનત પછી પણ પૂરતું ધન નહી મળતું અને વધારે ખર્ચના કારણે બચત પણ થતી નથી.
માતા લક્ષ્મી સંપત્તિની દેવી છે અને જો માતા લક્ષ્મીન તમારી સાથે ખુશ થશે તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે, કઈ વસ્તુ સાથે પર્સમાં રાખવી જ જોઇએ. જો કોઈ કારણે ધન પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી હોય તો આ ઉપાયોથી તે બધી પરેશાનીઓ દૂર કરી શકાય છે. તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે, જેનાથી પૈસા હંમેશા ટકી રહે છે અને પૈસાથી પર્સ પણ ભરાયેલું રહે છે.
આપણા ઘરે કોઈ પ્રસંગ કે કોઈ સારા શુભ કાર્ય કરવા માટે સવારે જલ્દી ઉઠવું જોઈએ અને પછી દરેક પ્રકારના જરૂરી કાર્ય કરીને પછી લાલ રેશમી કપડું લેવું. હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા રાખવા. એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે ચોખાના 21 દાણા માંથી કોઈ પણ દાણો તૂટેલો ન હોવો જોઇએ. તે દાણાને કપડામાં બાંધી લેવા.
એ પછી ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજન કરવું. લાલ રંગ ખાસ કરીને મા લક્ષ્મીાને પ્રિય છે. પૂજામાં આ લાલ કપડામાં બંધેલા ચોખા પણ રાખવા. પૂજન પછી અ લાલ કપડામાં બંધાયેલા ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી લેવા. આ રીતે તમારા પર્સમાં માત્ર આ વસ્તુ રાખવાથી થોડા જ સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે.
અમે તમને જણાવી દઈએ કે પર્સમાં કોઈ પણ અધાર્મિક વસ્તુ ક્યારે ન રાખવી. સાથે જ પર્સમાં સિક્કા અને નોટ જુદા-જુદા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખવી. આ ઉપરાંત દરેક વ્યક્તિએ એમની રીતે મહેનત પણ પૂરી કરવી જોઈએ. તો ક્યારેય તમારું પર્સ ખાલી નહિ રહે.