જો દેખાય રાત્રે આવા સપના તો આપે છે કિસ્મત બદલવાના સંકેત

શ્વાસ લેવા, ખાવા અને પાણી પીવા બાદ જો મનુષ્યના જીવન માટે કોઇ મહત્વની વસ્તુ હોય તો તે છે નીંદર. આપણે ગમે તે કરીએ પણ ઊંધ્યા વગર આપણે લાંબો સમય નથી રહી શકતા. બીજા શબ્દોમાં કહીએ તો ઊંધ આપણી બોડીને રિસ્ટાર્ટ કરે છે. વળી સપનાઓની પણ અલગ દુનિયા છે. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક સૂતા સમયે સપના જરૂર દેખે છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવીએ કે શાસ્ત્રો ના પ્રમાણે અમુક સપના આપણને સવાર સુધી યાદ રહે છે. અને અમુક સપના આપણે ભૂલી પણ જઈએ છીએ. જે સપનાઓ વ્યક્તિ ને યાદ રહે છે એ બહું લાભદાયી હોય છે.

image source

પરંતુ એ સપના નું ફળ ત્યારે મળે છે જયારે આપણે એ સપનાઓ ને બીજા ને ના બતાવીએ.  ઊંધમાં આવતા સપના ઘણીવાર આપણને ભવિષ્યની જાણકારી આપતા હોય છે તો કોઇ વાર સપનાઓ આપણને ડરાવી કે હસાવી મૂકે છે. જો કે મોટાભાગના લોકોને સવારે તમને સપના યાદ નથી રહેતા. તો આજે અમે તમને જણાવી દઈએ કે સ્વપન  વિષે અને સ્વપન ના સંકેતો વિશે

image source

ઊંઘતી વખતે સપના આવવા સામાન્ય વાત છે, પરંતુ સપના જ્યોતિષવિદ્યામાં સપનાનો ખાસ મહત્વ છે. સ્વપ્નશાસ્ત્રો મુજબ કેટલાક સપના સંકેત શુભ પરિણામો દર્શાવે છે, જ્યારે કેટલાક સપના અશુભ તરફ સંકેત આપે છે. સ્વપ્નમાં આપણે ઘણી બધી વસ્તુઓ ખાવાનું સ્વપ્નું જોઈએ છીએ.ચાલો જાણીએ કે સ્વપ્નમાં વસ્તુઓ ખાવા માટેનો અર્થ શું છે.

image source

સ્વપ્નમાં આમળાને જોવું એ ઇચ્છા પૂર્ણ થવાના સંકેત દર્શાવે છે, જો તમે માત્ર આમળાને જોશો તો પણ તમારી ઇચ્છા અધૂરી રહી શકે છે, આદુ ખાતા સપનું જોવું આ માનસન્માનમાં વધારાની તરફ ઈશારો કરે છે જો તમે અનાનસ ખાતા હોવ એવું સપનું જુઓ છો, તો તે સૂચવે છે કે તમારે પહેલા તકલીફનો સામનો કરવો પડશે અને પછી તમને રાહત મળશે. જો તમે આઇસક્રીમ ખાતા હોવ એવું સપનું જુઓ તો તમારું જીવન સુખી રીતે શાંતિથી પસાર થશે.જો તમે સ્વપ્નમાં અખરોટ જોશો તો આવવાવાળી સુખ-શાંતિ નો સંકેત છે, સપનામાં અખરોટનો દેખાવ સંપત્તિમાં વધારો સૂચવે છે.

image source

સ્વપ્નમાં અજમો ખાતા હોય એવું સપનું જોયું હોય તો તેનો અર્થ છે કે તમારું આરોગ્ય સારું રહેશે. સ્વપ્નમાં આમળા જોવામાં આવે છે તો તે ઇચ્છા પૂર્ણ થવાનો સંકેત સૂચવે છે, જો તમે માત્ર અમલાને જોશો તો પણ તમારી ઇચ્છા અધૂરી રહી શકે છે. કેરી ખાતા સપનું જોવાનું અર્થ એ છે કે સંપત્તિ અને બાળકોને સુખ મળે છે. સપનામાં આમલી ખાવી એ સ્ત્રી માટે શુભ માનવામાં આવે છે, જ્યારે માણસ માટે તે અશુભ માનવામાં આવે છે.

error: Content is protected !!