પથરીને ખુબ જ ઝડપથી બહાર કાઢી નાખે છે આ વસ્તુ, બસ આ રીતે કરવું એનું સેવન

કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ઘણા લોકો માં જોવા મળે છે. ક્યારેક વધુ પડતો દુખાવો પણ પથરીનો અસહ્ય બની જતો હોય છે. જો કે હવે કિડની માં પથરી થઇ હોય તો સારવાર પણ સરળ થઇ ગઇ છે. આજના સમય માં મોટાભાગ ના લોકો તેમના ખોરાક પર ધ્યાન આપી શકતા નથી, જેના કારણે તેમને ઘણી સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થાય છે. જો કોઈ વ્યક્તિ તેના આહાર માં બેદરકારી દાખવે છે, તો તે વ્યક્તિ ને સૌથી પહેલા કિડની સ્ટોન જેવી સમસ્યા નો સામનો કરવો પડે છે.

image source

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કિડની માં પથ્થર ની પીડા સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેની સાથે જ લોકો ને ઘણી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડે છે.

image source

આજે અમે તમને દરેક લોકો ને જણાવી દઈએ કે તે કઈ વસ્તુ છે, જેના ઉપયોગ થી તમે પથરી ની સમસ્યા થી સરળતાથી છૂટકારો મેળવી શકો છો. પથરી ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરવો પડશે તે વસ્તુ નું નામ કળથી છે.

image source

કળથી માં આવા ઘણા તત્વો જોવા મળે છે જે વ્યક્તિ ના શરીર માં પથરી ને તોડવામાં મદદ કરે છે અને આ પથરી બનવાની પ્રવૃત્તિ અને પુનરાવર્તન ને પણ અટકાવે છે. ચાલો જાણી લઇએ કે પથરી ની સમસ્યા ને દૂર કરવા માટે વ્યક્તિએ આ વસ્તુ નું સેવન કેવી રીતે કરવું જોઈએ.

image source

કેવી રીતે તૈયાર કરવા નુસખા

ઘરે સૌ પ્રથમ ૨૫૦ ગ્રામ કળથી કાંકરા-પત્થર કાઢી ને સાફ કરી લો. રાત્રે ત્રણ લિટર પાણી માં ૨૫૦ ગ્રામ કળથી પલાળી રાખો. દરરોજ સવારે પલાળી ને રાખેલી કળથી તે જ પાણી સાથે ધીમા આગ પર ૧ થી ૨ કલાક સુધી ગરમ કરો. જ્યારે અડધો લિટર પાણી રહે (જે જોવામાં કાળા ચણાના સૂપ જેવું હોય છે), ત્યારે તેને નીચે ઉતારો. ત્યારબાદ તેમાં ૨૫ ગ્રામ દેશી ઘી નાંખો. તમે થોડું સીધવ મીઠું, કાળા મરી પણ નાખી શકો છો. હવે તમારો નુસખો તૈયાર છે.

image source

કેવી રીતે ઉપયોગ કરવો

તમારી પથરી ની સમસ્યા ને દૂર કરવા માટે દિવસ માં એકવાર બપોર ના ભોજન ના સમયે કળથી નું બધું સૂપ પીઈ જવું. ૨૫૦ ગ્રામ સુધી પાણી જરૂર પીવું જ જોઇએ. આ કરવાથી એક કે બે અઠવાડિયા માં કિડની અને મૂત્રાશય ની પથરી ઓગળી ને ઓપરેશન વિના બહાર નીકળી જશે.

error: Content is protected !!