હવે કોરોનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, ઘરમાં રહેલી માત્ર આ એક વસ્તુથી ખત્મ થાય છે કોરોના

ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી બચવા માટે સાફ-સફાઈ રાખવા અને વારંવાર હાથ ધોવા કહેવામાં આવી રહ્યું છે. વાયરસનાં ફેલવાથી લઇને તેના સ્વરૂપ અને ઢાંચાને લઇને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. તો હવે રશિયાનાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ પાણીમાં સંપૂર્ણ રીતે ખત્મ થઈ જાય છે. આ અભ્યાસ સ્ટેટ રિસર્ચ સેન્ટર ઑફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી વેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટડીમાં લોકોએ દાવો કર્યો છે કે પાણી કોરોના વાયરસને 75 કલાકની અંદર લગભગ ખત્મ કરી દે છે.

image source

શોધ અનુસાર વાયરસનું રૂપ સીધી રીતે પાણીનાં તાપમાન પર નિર્ભર છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે 90 ટકા વાયરસનાં કણ 24 કલાકમાં અને 99.9 ટકા કણ રૂમમાં સામાન્ય તાપમાનમાં રાખવામાં આવેલા પાણીમાં મરી જાય છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ઉકળતા પાણીનાં તાપમાન પર કોરોના વાયરસ સંપૂર્ણ રીતે અને તરત જ મરી જાય છે.

image source

કોરોના વાઈરસ એક એવો વાઈરસ છે જે દુનિયાનો સૌથી ખતરનાક વાઈરસ બની ગયો છે. કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાચ, પ્લાસ્ટિક અને સિરેમિકની સપાટી પર 24 કલાક સુધી સક્રિય રહે છે. સ્ટડીમાં સામે આવ્યું કે આ વાયરસ એક જગ્યાએ ટકીને નથી રહેતો અને મોટાભાગે ઘરેલૂ કીટનાશક આને ખત્મ કરવામાં પ્રભાવી સાબિત થઈ રહ્યા છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 30 ટકા કૉન્સન્ટ્રેશનનાં એથિલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અડધી મિનિટમાં વાયરસનાં એક લાખ કણોને મારી શકે છે. આ ગત સ્ટડીનાં એ દાવાને ફગાવે છે જેમાં કહેવામાં આવ્યું હતુ કે વાયરસને ખત્મ કરવા માટે 60 ટકાથી વધારે કૉન્સન્ટ્રેશનવાળા આલ્કોહોલની જરૂરિયાત હોય છે.

image source

રશિયાનો દાવો : નવી સ્ટડી અનુસાર સપાટીને કીટાણુમુક્ત કરવામાં ક્લોરીન પણ ઘણી કારગર સાબિત થઇ છે. કોઈ ક્લોરીનથી ડિસઇન્ફેક્ટ કરવા પર Sars-CoV-2 30 સેકન્ડની અંદર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. રશિયાએ કોરોના વાયરસની વેક્સિન બનાવી લેવાનો પણ દાવો કર્યો છે. ત્યાંના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગેમાલેયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા વિકસિત વેક્સિન 15 ઑગષ્ટ સુધી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!