સફેદવાળથી છૂટકારો મેળવવા માટે મહેંદીમા મિક્સ કરો માત્ર આ વસ્તુ પછી જુઓ ચમત્કાર

લાંબા અને કાળા વાળ દરેક લોકો ને પસંદ હોય છે. ઘણા લોકો ને નાની ઉંમર માં જ સફેદ વાળ ની સમસ્યા થાય છે. કેટલાક લોકો સફેદવાળને છૂપાવવા માટે તેને કલર કરી દે છે તો કેટલાક લોકો ફેશન માટે વાળને હાઈ લાઈટ કરે છે. વાળને કલર કરવા માટે લોકો મહેંદી, હેર કલર અથવા ડાઈનો ઉપયોગ કરે છે પરંતુ તેની અસર થોડા સમય સુધી જ રહે છે. તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશું જેને મહેંદીમાં મિલાવી વાળ પર લગાવવાથી તેનો કલર લાંબા સમય સુધી ટકેલો રહે છે. તો જોઈએ કઈ એ વસ્તુ છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.

image source

મહેંદીને પલાળવા માટેની રીત :

પાણી – 1 ગ્લાસ

મેથી દાણાનો પાવડર – 1 મોટી ચમચી

કોફી પાવડર – 1 મોટી ચમચી

લવિંગનો પાવડર – 1 મોટી ચમચી

રીત : એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાખી 2થી 3 મિનીટ ઉકાળો. પછી તેમાં લવિંગનો પાવડર મિલાવી 3 મિનિટ ઉકાળો. હવે તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દો. મેથીના દાણા વાળને કુદરતી મજબૂત અને કાળા કરે છે. તો કોફી પાવડર મહેંદીના રંગને વધારે ડાર્ક બનાવે છે. તમને જણાવી દઈએ કે, લવિંગના પાવડરથી વાળ ખરવાનું બંધ થઈ મજબૂત બને છે.

image source

મહેંદી બનાવવાની રીત

મહેંદી – 100 ગ્રામ

હિબિક્સ પાવડર – 1 મોટી ચમચી

આંબળા પાવડર – 1 મોટી ચમચી

શિકાકાઈ પાવડર – 1 મોટી ચમચી
કોફી પાવડર – 1 મોટી ચમચી

રીત : લોખંડની કડાઈમાં મહેંદી, હિબિક્સ પાવડર, આંબળાનો પાવડર, શિકાકાઈનો પાવડર અને કોફી પાવડર મિલાવી મિક્સ કરો. તેના માટે લોખંડની કડાઈનો જ ઉપયોગ કરો કેમકે તેમાં મહેંદી સારી રીતે ઓક્સીડાઈઝ્ડ થઈ જાય છે. હવે તેમાં તૈયાર પાણીને મિક્સ કરો અને ઓવરનાઈટ અથવા 7થી 8 કલાક માટે છોડી દો.

image source

ઉપયોગ : સૌથી પહેલા વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો, જેથી તમામ માટી-ધૂળ અથવા ઓઈલ નીકળી જાય. ધ્યાનરાખો કે જો વાળ વોશ નહીં કરો તો, મહેંદીનો રંગ સારી રીતે નહીં ચઢે. વાળને ધોયા બાદ તેમાં સિરમ એપ્લાય કરો. હવે મહેંદીને વાળમાં એપ્લાય કરો અને ઓછામાં 2થી 3 કલાક માટે વાળમાં રહેવા દો. પછી તેને પાણીથી સારી રીતે ધોઈ દો અને ધ્યાન રાખો કે મહેંદી બાદ શેમ્પૂ ન લગાવો. સાથે જ કોઈ પણ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી બચો કેમ કે, તેનાથી કલર ફેડ થઈ જાય છે. રાત્રે સુતા પહેલા સરસોના તેલથી સારી રીતે ચમ્પી કરો. આ પ્રકારે મહેંદી લગાવવાથી મહેંદીનો રંગ એકદમ સારી રીતે પાક્કો થઈ જશે.

error: Content is protected !!