સસ્તી કિંમતે AC, ટીવી અને ફ્રિજ ખરીદવાની તક, સરકાર વેચી રહી છે આ સામાન બિલકુલ ઓછી કિંમતે

હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ થી તો તમે ખુબજ સારી રીતે વાકેફ છો, આ કોરોના મહામારી ના લીધે ભલભલાની આર્થિક સ્થિતિ નબળી પડી ચુકી છે. એવા માં જો કોઈ એમ કહે કે તમને એસી, ટીવી અને ફ્રીઝ જેવી વસ્તુઓ પણ ખુબજ સસ્તા ભાવ માં મળશે તો કોણ લેવા તૈયાર ના થાય. જી હા મિત્રો, તમે બીકુલ સાચું સાંભળી રહ્યા છો. જો તમને સસ્તામાં એસી, ટીવી અથવા ફ્રિજ  ખરીદવા માંગો છો તમારી પાસે ખુબજ સારી તક છે.

 image source

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) તેના જૂના ફર્નિચર, એર કન્ડીશનર, ટીવી અને ફ્રીજ જેવી ચીજોનું વેચાણ કરી રહ્યું છે. સરકારી કંપનીઓને વેચવાનો પ્રયાસ કરી રહેલા ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડીઆઈપીએએમ) એ જૂની વસ્તુઓ વેચવા માટે ૩૧ ઓગસ્ટ સુધી ક્વોટેશન માંગ્યા છે. અને જો તમને પણ આવી વસ્તુની જરૂરિયાત છે તો હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી નવું વસાવાની કે ખોટા ખર્ચા કરવાની જરૂર નથી આજે અમે તમને જણાવીશું કેવી રીતે મેળવવી આ બધી વસ્તુઓ ઓછી કિંમતે તો ચાલો જાણીએ કેવી રીતે તમે ટેન્ડરમાં કરી શકો છો અરજી?

 image source

૩૧ ઓગસ્ટ સુધીમાં ટેન્ડર રજૂ કરી શકાશે : ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ(વિનિવેશ) (દીપમ) એ જૂનો ફર્નિચર, ફ્રિજ વેચવાનું ટેન્ડર બહાર પાડ્યું છે.  આ ટેન્ડર ૧૪ ઓગસ્ટથી ખુલશે અને ૩૧ ઓગસ્ટના રોજ ૧૨ ઓગસ્ટે બંધ થશે.ટેન્ડર દસ્તાવેજો http://eprocure.gov.in/eprocure/app અને વિભાગની વેબસાઇટ dipam.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. દીપમના જણાવ્યા મુજબ ૩૧ ઓગસ્ટે બપોરે ૩ વાગ્યે ટેન્ડર ખુલશે.

 image source

 નિયમો અને શરત : ટેન્ડર મુજબ, બિડરો ખરીદી પહેલાં નિર્ધારિત તારીખે વસ્તુઓની નિરીક્ષણ કરી શકે છે.સમાનની સૌથી વધુ બોલી લગાવનારને બિડર ને વેચવામાં આવશે. ઇએમડી સફળ બિડરની સંતુલન રકમમાંથી સમાયોજિત કરવામાં આવશે.  એકવાર વસ્તુ સફળ બિડર ને દઈ ને પછી કોઈપણ સંજોગોમાં વિભાગ દ્વારા પાછો નહિ લેવામાં આવે. સફળ બિડર બાકીની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડર અથવા બેન્કર ચેક દ્વારા જમા કરાવી શકે છે.

 image source

સફળતાપુર્વક બોલી લગાવનારને બાકીની રકમ ચૂકવ્યા બાદ ૫ દિવસની અંદર બધી વસ્તુઓ  દીપમના વિસ્તારમાંથી દૂર કરવી પડશે.આમ કરવામાં નિષ્ફળ થવા પર દીપમ પાસે સંપૂર્ણ અધિકાર હોય છે કે તે ઇએમડી જપ્ત કરીલે.માલ સમાન લઇ જવાની પરવાનગી ગેઝેટેડ રજા અથવા કામ ન કરતા દિવસે કોઈ પણ શરત હેઠળ  આપવામાં આવશે નહીં.  (લક્ષ્મણ રોય, આર્થિક નીતિ સંપાદક-સીએનબીસી અવાઝ)

error: Content is protected !!