ભારતીય સેના દ્વારા બનાવવામાં આવતું “સેના જળ” કે જે છે બિસ્લેરી અને એક્વાફીના કરતા પણ સસ્તું

અમુક પ્રોડક્ટ જે ખરેખર લોકો સુધી પહોચવી જોઈએ અને જે એક અલગ જ ઉદ્દેશ થી ચાલતી હોય છે એવી પ્રોડક્ટ લોકો સુધી પહોચતી નથી….આજે આપણે એવી જ એક પ્રોડક્ટ ની જાણકારી લેવાના છીએ…

બિસ્લેરી કે એક્વાફીના ના બદલે વાપરો ”સેના જળ”, જે સસ્તું છે અને ભારતીય સેના દ્વરા બનાવવા માં આવે છે.

ઘણા બધા લોકો જાણતા નથી કે ભારતીય સેના માત્ર દેશ ની સુરક્ષા જ નથી કરતી પણ એના સિવાય બીજા ઘણા કામો કરે છે. ભારતીય સેના પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. એન્જીનીયરીંગ થી માંડી ને મેનેજમેન્ટ તેમજ મેડીકલ ક્ષેત્ર ની પણ અહી શિક્ષા આપવા માં આવે છે. આવા બીજા ઘણા કામો પણ સેના દ્વારા કરવા માં આવે છે.

આજે આપણે અહી વાત કરીશું ”સેના જળ” વિષે. ભારતીય સેના ની AWWA એટલે કે આર્મી વાઇવ્સ વેલફેયર એસોશિયેશન દ્વારા આ જળ બનાવવા માં આવે છે. જે પેક કરેલ પાણી છે. જે માર્કેટ માં એક લીટર અને અડધો લીટર ના પેકિંગ માં મળે છે. જેની અડધો લીટર ની કિંમત ૬ રૂ અને એક લીટર ની કિંમત ૧૦ રૂ છે. બાકી ની બીજી કંપનીઓ એક લીટર પાણી ૨૦ રૂ માં વહેચે છે. સેના જળ ભારતીય સેના દ્વરા બનાવવા માં આવતું હોવાથી મીડિયા માં તેનો વધુ પ્રચાર કરવા માં આવતો નથી. કારણ કે એમ કરવા માટે સેના પાસે વધુ પૈસા નથી. આથી બહુ ઓછા લોકો આ જળ વિષે જાણે છે.

આ સેના જળ ના વેચાણ માંથી થતો નફો કોઈ ને પણ અમીર બનવા માટે ઉપયોગ કરવા માં આવતો નથી. પરંતુ તે બધા પૈસા આર્મી વેલફેયર એસોશિયેશન માં જમા કરવા માં આવે છે. આ પૈસા નો ઉપયોગ ભારતીય શહીદો ના પરિવારો ને મદદ કરવા માટે વાપરવા માં આવે છે. બાળકો ના શિક્ષણ માટે અને તેના બીજા ખર્ચા ઓ માટે આ ભંડોળ વાપરવા માં આવે છે.

મિત્રો હવે જયારે તમે પાણી ખરીદો ત્યારે દુકાનદાર પાસે સેના જળ ખરીદવાનો આગ્રહ રાખો. કદાચ એ સમયે સેના જળ ઉપલબ્ધ ના હોઈ તો પણ તમે માગો પછી દુકાનદાર લોકો એ મગાવવા લાગશે. તમારા તરફ થી આ એક શરૂઆત હશે દેશ ના હિત માટે.

જેનો નફો દેશ ના વિકાસ માટે વપરાશે,શહીદો ના પરિવાર માટે વપરાશે. જે તમારા તરફ થી એક મદદ હશે દેશ અને દેશ ના શહીદો માટે.

માત્ર ૬ અને ૧૦ રૂ માં આ પાણી મળતું હોવાથી લોકો ને એ સસ્તું પણ પડે છે. બીજી કોઈ કમ્પની નું પાણી ખરીદવા કરતા સેના દ્વારા બનાવવા માં આવતું પાણી ખરીદવા નો આગ્રહ રાખો.

તો વધુ માં વધુ મિત્રો ને આ સેના જળ વિષે જાણકારી આપો અને દેશ ના વિકાસ અને ફાયદા માટે આપ પણ યોગદાન આપો.

error: Content is protected !!