Posted By sejal
ઉનાળામાં પોતાના સૌંદર્યની સાથે સાથે ખુબજ જરૂરી છે શરીરની સ્વચ્છતા

માત્ર સુંદર દેખાવું એટલું જ મહત્વ નું નથી. કોઈનેપ્રભાવિત કરવા અથવા દરેક લોકો સાથે હાલી મળીને રહેવા માટે સુંદરતા કરતા પણ વધારે છે આપણું શરીર સ્વચ્છ હોવું. ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકોને સામાન્ય રીતે થોડું પણ વર્ક આઉટ કરે તો પણ પરસેવો નીકળે છે અને જેના લીધે શરીર માંથી તરત જ ગંધ ઉત્પન્ન થાય છે. આ સમસ્યા મોટા ભાગે દરેક લોકો ને થતી હોય છે.

image source

તેથી તાજા માજા રહેવા અને દેખાવા માટે અંગત સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વની છે. ભલે તમારું શરીર ઘાટીલું હોય અને ચહેરો સુંદર હોય, જો તમે અંગત રીતે શરીરની સ્વચ્છતા નહીં રાખો તો લોકો તમારાથી દૂર રહેવાનું પસંદ કરશે, કારણ કે સ્વચ્છતા ન જાળવનાર દરેક વ્યક્તિના શરીરમાં ગંધ આવવા જ લાગે છે -અને એ ગંધ તમામ સુંદરતા ઉપર પાણી ફેરવી દે છે.

गिजूभाई : स्वच्छता एवं स्वास्थ्य ...

image source

સ્વચ્છતા ન જાળવો તો દિવસ દરમિયાન શરીર પર ચોંટતી સૂક્ષ્‍મ માટી, ધૂળ, ધુમાડાના રજકણો, પ્રદૂષણના રસાયણના કણ ચોંટે છે. શરીરના જે તે ભાગ પર પરસેવો થતાં આ રસાયણો સાથે પ્રક્રિયા કરીને ગંધાતા વાયુ ઉત્પન્ન કરશે. ચામડીના મૃત કોષ દૂર ન થયા હોય તો પરસેવો થયા પછી એને ખાનાર બેક્ટેરિયા ઉત્પન્ન થશે. આ બેક્ટેરિયા ગંધક ધરાવતી માથું ફાડી નાખતી ગંધ ઉત્પન્ન કરે છે.

image source

તમે ગમે તેટલી કોશિશ કરો તેમ છતાં એ દેખાઈ જ આવે છે. તમે શરીર પર પરફ્યૂમ, કોલોન છાંટીને ગંધ દબાવવા માગો તો પણ એ દબાતી નથી. ભરપૂર મેકઅપનો ઉપયોગ કરો તો પણ ચહેરા પર સ્વચ્છતા ન જાળવવાથી જે બ્લેક હેડ્ઝ, વ્હાઈટ હેડ્ઝ, બ્લેક સ્પોટ્સ વગેરે દેખાવા લાગ્યા હોય એ મેક-અપ વડે ઢાંકી દીધા હોય તો પણ થોડા જ સમયમાં ફરી બહાર દેખાવા લાગે છે.

स्वच्छता और सेहत बनाए रखने के दस सूत्र

image source

દરરોજ નહાવાથી અને સ્વચ્છ વસ્ત્રોથી મૃત કોષ અને કચરો ચામડી પરથી દૂર થઈ જાય એટલે પરસેવો થવા છતાં એવી કોઈ તીવ્ર ગંધ ઉત્પન્ન થતી નથી. આખા શરીરની ચામડી પરથી મૃત કોષ દૂર થાય એ માટે સ્નાન કરતી વખતે સાબુ, ખરબચડી સપાટીવાળું કપડું, સ્પોન્જ, સ્નાન પથ્થર કોઈ એક ઘસવું. તેથી બેક્ટેરિયા સાવ નહીંવત્ ઉત્પન્ન થાય છે. ગંધ ઉત્પન્ન થતી નથી. તમે તાજા-માજા અને મહેકતા રહી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!