એક સમયે પાર્ટી અને લગ્નોમાં ગીતો ગાતા સોનું નિગમ ખુબ જ સંઘર્ષ બાદ બન્યા સૌથી મોંઘા ગાયક

સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973 માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો, તે આજે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોનુ નિગમની ફરિદાબાદની ગલીઓથી બોલિવૂડ સુધીની સફર ખૂબ જ મુશ્કેલીથી પસાર થઇ છે. સોનુ નાનો હતો ત્યારથી જ તેને મ્યુઝિકમાં રસ હતો. તેમને આ કળા વારસામાં તેના પિતા પાસેથી મળી છે. આજે સોનુ પ્લેબેક સિંગર્સની યાદીમાં ટોચ પર હોઈ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે લગ્નમાં અને પાર્ટીમાં ગાતો હતો. આજે તેના જન્મદિવસ નિમિત્તે તેની સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જાણો…

image source

સોનુ પિતા સાથેના લગ્નોમાં ગીતો ગાતા હતા: એવું કહેવામાં આવે છે કે પૂતના પગ પારણામાં જોવા મળે છે અને કંઈક આવું જ સોનુ નિગમ સાથે થયું હતું. માત્ર 4 વર્ષની ઉંમરે, સોનુ નિગમે તેના પિતા આગમ નિગમ સાથે સ્ટેજ શો, પાર્ટીઝ અને લગ્નમાં ગાવાનું શરૂ કર્યું હતું. આટલી નાની ઉંમરે, તેમણે તેમની કુશળતાને માન્યતા આપી અને લોકોને પણ તેનું સંગીત ગમ્યું. સોનુના પિતા પણ સારા ગાયક હતા. સોનુ નિગમ આજે ઘણાં ગાયકો માટે પ્રેરણા સ્ત્રોત છે, પરંતુ તેમની પ્રેરણા હંમેશાં સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફી જ હતી.

image source

મોહમ્મદ રફીના ગીતો વારંવાર સ્ટેજ પર ગાતા હતા. સોનુનું ગાયન જોઇને તેના પિતા સમજી ગયા કે તે ફક્ત મંચ અને લગ્ન સુધી મર્યાદિત નહીં રહે. આ રીતે, 18 વર્ષની ઉંમરે તેના પિતા આગમ સોનુ સાથે મુંબઇ પહોંચ્યા જેથી સોનુ બોલિવૂડ સિંગર બની શકે. આ દરમિયાન સોનુએ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી હતી. જોકે, બોલિવૂડમાં ગાયક બનવું એટલું સરળ નહોતું, તેથી સોનુએ સ્ટેજ શો કરવાનું ચાલુ રાખ્યુ.

image source

ગુલશન કુમાર સાથેની મુલાકાતથી બદલાઈ ગયું તેનું નસીબ: આ સંઘર્ષો વચ્ચે સોનુને સિંગિંગ રિયાલિટી શો ‘સારાગામા’ હોસ્ટ કરવાની તક મળી. આ શોથી સોનુને મોટી ઓળખ મળી. સોનુ લોકોની નજરમાં આવી રહ્યો હતો અને આ દરમિયાન તે ટી સીરીઝના માલિક ગુલશન કુમારને મળ્યો. ગુલશન કુમાર ખુદ જમીન પરથી સ્ટાર બનીને ઉભા થયા અને આવી સ્થિતિમાં તે હંમેશા નવી પ્રતિભાને તક આપતા.તેણે સોનુનો અવાજ સાંભળ્યો અને તેને ફિલ્મ ‘બેવફા સનમ’માં ગાવાની તક આપી. આ ફિલ્મનું ગીત ‘અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા’ખૂબ જ સફળ બન્યું અને અહીંથી સોનુ નિગમ માટે બોલિવૂડના દરવાજા ખુલ્યા હતા..

image source

જબરદસ્ત ગાયનથી લોકોનું દિલ જીતી લીધુ: સોનુ સુપરહિટ ગાયક બની ગયો હતો અને તે પછી તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું મન બનાવી લીધું હતું. સોનુએ ‘લવ ઈન નેપાળ’ ફિલ્મથી અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી ‘વો પ્યાર દુશ્મન’, ‘જાની દુશ્મન’, ‘કાશ આપ હમ હોતે’ જેવી ઘણી ફિલ્મોમાં. દેખાયા. જોકે આ બધી ફિલ્મોમાં સોનુનો અભિનય દર્શકોને પસંદ નહોતો આવ્યો.

image source

સોનુએ 90 ના દાયકાના છેલ્લા વર્ષથી લઈને 2000 ના પહેલા દાયકા સુધી તેની ગાયકીથી બધાને દિવાના બનાવ્યા હતા. ફિલ્મો ઉપરાંત તેમનું આલ્બમ સોંગ પણ જબરદસ્ત હિટ રહ્યું હતું. આમાં ‘દીવાના તેરા’, ‘બિજુરિયા’ જેવા ગીતોને પ્રેક્ષકોએ પસંદ કર્યા હતા. આ પછી પણ સોનુએ ગીતો ગાવાનું ચાલુ રાખ્યું.હવે સોનુ મોટે ભાગે તેના વિવાદિત નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. જોકે ચાહકોને સોનુનું સંગીત ખૂબ ગમે છે અને જ્યારે પણ તેઓ કોઈ નવું ગીત રિલીઝ કરે છે ત્યારે તે તેને ખૂબ જ પસંદ કરે છે.

image source

error: Content is protected !!