જાણો બોલીવુડ સ્ટાર્સની કેટલીક એવી શારીરિક ખામી વિશે જે કદાચ આજ સુધી તમને નહિ ખબર હોય

બોલીવુડમાં અમુક એવા પણ સિતારા છે, જેમણે શારીરિક ખામી રહી છે, પરંતુ કોઈએ પણ એમની આ ખામી ને જોઈ નહિ અને એના એવા જ અંદાજ ને સૌથી વધારે પસંદ કર્યો. અને હાલ એ સ્ટાર્સ સફળ પણ થયા છે અને લોકો તેમને પ્રેમ પણ કરી રહ્યા છે. અહી અમે તમને એવા જ અમુક સિતારા વિશે જણાવીશું. ઇન્ડસ્ટ્રીઝ ના આ પોપ્યુલર સિતારા ની છે આ શારીરિક ખામી, શું તમે ક્યારેય એની ખામી ને ધ્યાનથી જોઈ છે?

image source

રાજકુમાર : બોલીવુડ માં જયારે બેસ્ટ ડાયલોગ ની વાત થાય છે તો ૬૦ ના દશક ના અભિનેતા રાજકુમાર નું નામ જરૂર લેવામાં આવે છે. એમનું ‘જાની….’ બોલવાનો અંદાજ આજે પણ લોકોને યાદ છે, પરંતુ લગભગ અમુક ને જ ખબર હશે કે એમની સ્ટાઈલ નહિ મજબૂરી હતી. એક સમય એવો આવ્યો હતો જયારે એમને બોલવામાં પરેશાની થતી હતી અને ડાયલોગ બોલવા પર એને જો જોર લગાવવો પડતો હતો, એનાથી એના ગળામાં દુખાવો થતો હતો. એના કારણે તે ગળા પર હાથ ફેરવતા ડાયલોગ બોલતા હતા, જે પછી એની સ્ટાઈલ બની ચુકી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે એમની આ તકલીફ ગળા ના કેંસર માં બદલાઈ ગઈ હતી.

image source

ઋતિક રોશન : બોલીવુડ ના હેન્ડસમ ઋતિક રોશન ને ઘણા વર્ષો થી એકધારો સૌથી હેન્ડસમ અભિનેતા નો ખિતાબ મળી રહ્યો છે. ઋતિક રોશને એમની બોડી ને પરફેક્ટ બનાવી છે અને છોકરીઓ એની પાછળ આજે પણ પાગલ છે. પરંતુ શું તમે જાણો છો પહેલા ઋતિક પોતાને અધુરો માનતો હતો? જી હા બાળપણ માં ઋતિક ને હક્લાવવાની બીમારી હતી, જેના કારણે તે સ્કુલ જવાથી ડરતો હતો અને એની સાથે જ એને એક હાથ માં બે અંગુઠા હતા, જેના કારણે સ્કુલ માં દરેક લોકો એને ચીડવતા હતા. ફિલ્મોમાં આવ્યા પછી ઘણા સમય સુધી ઋતિકે એના આ હાથ ને કેમેરા ની સામે ખુબ જ ઓછો બતાવ્યો અને એ તમે લગભગ ખુબ જ ઓછો જોયો હશે.

સુધા ચંદ્રન : બોલીવુડ અને નાના પરદા ની પોપ્યુલર એક્ટ્રેસ સુધા ચંદ્રન ખુબ જ ખુબસુરત છે અને એની સાથે જ તે લાજવાબ ડાંસર પણ છે. તમને જાણીને હેરાની થશે કે સારામાં સારી ડાંસર અને એક્ટ્રેસ સુધા ચંદ્રન નો એક પગ નકલી છે. એક એક્સિડન્ટમાં એમનો પગ તૂટી ગયો હતો અને એમનો પગ કાપવો પડ્યો હતો, પરંતુ એની સાથે તે તૂટી નહિ, પરંતુ એમની કમજોરી ને તાકાત બનાવી લીધી. સુધા ચંદ્રન જયારે સ્ટેજ પર ડાંસ કરે છે તો કોઈ ન કહી શકે કે એમનો એક પગ નકલી છે.

image source

અર્શી ખાન : બિગ બોસ-૧૧ માં દમદાર કંટેસ્ટેન્ટસ માં શુમાર અર્શી ખાને ખુબ જ પોપ્યુલારીટી કરી હતી. એની સાથે જ અર્શી ખાન ઘણા વિવાદો માં પણ ફંસાઈ ગઈ હારી, છતાં પણ એમના અલગ અંદાજ માટે આજે પણ ચર્ચિત છે. લગભગ તમને એના વિશે એક વાત ખબર નહિ હોય કે એમની એક આંખ પર વાળ શા માટે રાખે છે. એવું એટલા માટે કારણકે અર્શી ની એક આંખની પાસે એક કાળો દાગ છે જેને તે વાળથી છુપાવે છે.

error: Content is protected !!