સુકી ઉધરસથી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ અસરકારક ઉપાય

સામાન્ય રીતે ઉધરસ એક એવી વસ્તુ છે જે થયા પછી સારી થવામાં ખુબજ વાર લાગે છે. ઉધરસ પણ અલગ અલગ પ્રકારની હોય છે. કોરી ઉધરસ અને કફ વળી ઉધરસ. જયારે કોરી ઉધરસ થઇ જાય પછી તેને સારી કરવી ખુબજ મુશ્કેલ બની જાય છે. હાલ એવો સમય ચાલી રહ્યો છે કે, સામાન્ય તાવ, શરદી, ખાંસી થાય તો પણ લોકોમાં ફફડાટ પેસી જાય છે કે, અમને કોરોના તો નથી થયો.

image source

પરંતુ, તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો માત્ર કોરોનાથી જ થતાં હોય છે એવું દર વખતે શક્ય નથી. ઘણી વખત સીઝનલ ફેરફારો અને લો ઈમ્યૂનિટીને કારણે પણ આવી સમસ્યાઓ થઈ જતી હોય છે. જેમાંથી એક સુકી ઉધરસ છે. તો આજે અમે તમને સૂકી ઉધરસ માટે કેટલાક સચોટ ઘરેલૂ ઉપાયો જણાવિશુ છે. જેને અપનાવાથી તમને જરૂર લાભ થશે. તો ચાલો જાણીએ.

image source

જયારે ખુબજ ઉધરસ થઇ જાય છે ત્યારે આ પ્રકારની ખાંસીમાં દર્દીને છાતી, માથું, પીઠ, પાંસળીઓ, છાતીનો દુખાવો તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય છે, ગળું અને મોં સૂકાય છે. ક્યારેક અંધારા આવે છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને આથી દર્દી અત્યંત થાકી જાય છે. જયારે આવું થાય તો તેના માટે નીચેના ઉપાયો કરગર સાબિત થાય છે.

image source

૧. 1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે.

૨. બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.

૩. પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો.

૪. થોડા-થોડા સમયે ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે.

image source

૫. 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે.

૬. પાકેલાં સફરજનનો રસ કાઢી દરરોજ પીવાથી ખાંસીથી રાહત મળે છે.

૭. મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે.

૮. તુલસીના પાન, સિંધાલૂણ અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.

error: Content is protected !!