ઘરના બનેલા આ લાડુ ખાવાથી કોઈ પણ પ્રકારનો દુખાવો તરત થઇ જશે ગાયબ

કોઈ પણ પ્રકારની દુખાવાની બીમારી આ ઘરના બનેલા લાડુ કરી દેશે દુર

સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે.

image source

સૂંઠ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન ગરમી ની તુલનામાં ઠંડીમાં વધુ કરવામાં આવે છે. સૂંઠ નો વપરાશ પણ આ પ્રકારના ઘરેલુ દવાઓ બનાવવામાં અથવા તો ભોજનમાં સ્વાદ માટે કરવામાં આવે છે. જયારે સૂંઠ ની લાડુડી તમને તમામ રોગો મા થી મુક્તિ આપાવી શકે છે. તો ચાલો જાણી લઈએ સુંઠ ના લાડુ બનાવવાની રીત..

image source

સુંઠ ના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી

 • ઘઉંનો લોટ
 • સાકર,
 • દેશી ઘી,
 • સૂંઠ ૫૦ ગ્રામ,
 • બદામ,
 • કાજુ,
 • કિસમીસ,
 • ગુંદર

image source

બનાવવા માટે

 1. સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એની ઉપર એક કડાઈ મુકો. આ કડાઈ મા ઘી ઉમેરો તથા સાફ કરેલા ગુંદર ને પણ ઉમેરો. આ બંને ને કડાઈ મા ચમચા થી સરખી રીતે મિક્સ કરો ને ત્યા સુધી પકાવવો જ્યા સુધી ગુંદર પાકી ન જાય.
 2. એ પછી જયારે આ ગુંદર પાકી જાય એટલે તેને એક ડીશ મા ઢાળી ઠંડુ થવા મુકી દેવું.
 3. ત્યાર પછી આ કડાઈ મા ઘી નાખી તેમા સૂંઠ ઉમેરો અને આ મિશ્રણ ને ૨ મિનિટ ના સમયગાળા સુધી હલાવો.
 4. ત્યારબાદ આ મિશ્રણ ને બીજા એક પાત્ર મા કાઢી સાઈડ મા રાખી દો. હવે આ કડાઈ મા ઘી ઉમેરી તેની અંદર લોટ ઉમેરો. આ લોટ ને ત્યા સુધી શેકતા રહો જ્યા સુધી તે બ્રાઉન ના થઈ જાય.
 5. પછી ગુંદર, સુંઠ, સાકર, સુકો મેવો વગેરે ના મિશ્રણ ને ઉમેરી સરખી રીતે હલાવી નાખો. જો ઘી વધ્યુ હોય તો આ મિશ્રણ મા નાખી ફરી હલાવી નાખવુ.

image source

આ મિશ્રણ ના હાથે થી નાના-નાના લાડુ વાળી લેવા અને સંગ્રહ કરી લેવા. હવે તૈયાર છે તમારા સર્વરોગો નો એકમાત્ર રામબાણ ઈલાજ સૂંઠના લાડુ.

error: Content is protected !!