પાઈ-પાઈના મોહતાજ બની ગયા છે આ 5 કલાકારો, કોઈએ કરી ગાર્ડની નોકરી તો કોઈને વેચવો પડ્યો તેનો બંગલો..

ફિલ્મ ઉદ્યોગમાં ક્યારે, કોનો સમય બદલાશે તે નક્કી નથી હોતું. બોલિવૂડમાં કેટલીક વાર ધનિક લોકો પણ ગરીબ બની જાય છે અને કંગાળ લોકો પણ રાતોરાત ધનિક બની જાય છે. પરંતુ કેટલીક વાર કેટલાક કલાકારોને એવી સ્થિતિમાં જોવામાં આવે છે કે તે જોવું અથવા માનવું ઘણું મુશ્કેલ છે. આજે અમે તમને ફિલ્મ ઉદ્યોગના કેટલાક મજબૂર અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એક સમયે બોલિવૂડ પર શાસન કર્યું હતું.એટલે કે એક સમયે તે બોલીવુડના સુપરસ્ટાર હતા અને ધીરે ધીરે તેની હાલત એવી થઇ ગઈ કે આજે હવે લોકો તેને ઓળખતા પણ નથી.

image source

અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર સાથે કામ કરી ચુકેલા અભિનેતા સતિષ કૌલેએ તેમના જીવનના 10 વર્ષો આર્થિક સંકટમાં વિતાવ્યા હતા. જાન્યુઆરી 2019 માં, જ્યારે તેમના વિશે સમાચાર પ્રકાશિત થયા, ત્યારે પંજાબ સરકારે તેમને મદદ કરવા 500000 રૂપિયા આપ્યા. હકીકતમાં, સતીષની જે પણ સંચિત મૂડી હતી તે ધંધાને કારણે ખોવાઈ ગઈ.આ પછી, સતિષની હાલત થોડા મહિના પહેલા એટલી બગડી ગઈ હતી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવ પડ્યા હતા. સતીષ પાસે તેની સારવાર કરાવવા માટેના પણ પૈસા નહોતા. જ્યારે આ વાત મીડિયામાં આવી ત્યારે બોલિવૂડના કેટલાક અભિનેત્રી અને અભિનેતાઓએ તેમને મદદ કરી હતી.

image source

સલમાન ખાન સાથેની ફિલ્મોમાં અભિનેત્રી પૂજા દાદવાલની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે તેની બીમારીની સારવાર પણ મેળવી શકી ન હતી. પૂજા દાદવાલે કહ્યું કે તેણે મદદ માટે સલમાન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.સલમાન ખાનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે પૂજાની મદદ માટે આવી ગયો હતો. હવે પૂજા સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે.તમને એ પણ જણાવી દઈએ કે પૂજાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ વીરગતિથી કરી હતી. પૂજાની સાથે આ ફિલ્મમાં સલમાન ખાન પણ મુખ્ય ભૂમિકામાં હતો.

image source

સવી સિદ્ધુએ અનુરાગ કશ્યપની ફિલ્મ ફાઇવથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ન હતી. આ પછી તેણે અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાલ અને બ્લેક ફ્રાઇડેમાં કામ કર્યું. સવિ સિદ્ધુ અક્ષય કુમાર સાથે પટિયાલા હાઉસમાં પણ દેખાયો હતો. સવિને કામની કોઈ કમી ન હોતી. તેણે યશરાજ બેનર અને સુભાષ ઘાઇની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ તેણે અંગત કારણોને લીધે બોલિવૂડ છોડવું પડ્યું અને ઘરના ખર્ચ ચલાવવા માટે ગાર્ડ તરીકે કામ કરવું પડ્યું.

image source

રાજેન્દ્રકુમાર તેમના સમયના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા હતા. રાજેન્દ્રની બધી ફિલ્મો 1963 થી 1966 ના વર્ષ દરમિયાન સુપર હિટ રહી હતી.તેની તમામ ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી મનાવી હતી. તેથી જ રાજેન્દ્રકુમાર પણ ફિલ્મ ઉદ્યોગમાં જ્યુબિલી કુમાર તરીકે જાણીતા થયા. એક સમય એવો પણ આવ્યો જ્યારે રાજેન્દ્રકુમારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી.પૈસાના અભાવે રાજેન્દ્રકુમારે પોતાનો બંગલો રાજેશ ખન્નાને વેચવો પડ્યો. તે સમયે તેના બંગલાનું નામ ડિમ્પલ હતું. લોકો કહે છે કે જ્યારે રાજેન્દ્ર કુમારે પોતાનો બંગલો ખાલી કર્યો ત્યારે તે રાત્રે તે ખૂબ રડ્યા હતા.

image source

બોલિવૂડના પ્રખ્યાત વિલન મહેશ આનંદનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું. મહેશ આનંદનો મૃતદેહ તેના બંગલામાં સડેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તે એકલો રહેતો હતો.ત્યારે મહેશ આનંદ 57 વર્ષનો હતો અને તેની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.

error: Content is protected !!