58 વર્ષ બાદ રચાયો આવો દુર્લભ યોગ, સૂર્ય ગ્રહણએ આપ્યા મોટી આફતના સંકેત

જ્યોતિષની દૃષ્ટીએ આજના ગ્રહણના સારા સંકેત નથી. વર્ષ 1962માં પણ આવું જ થયું હતું. એ સમયે પણ ત્રણ ગ્રહણ લાગ્યા હતા, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણનો સમય ગ્રહ નક્ષત્રોનો આવો દુર્લભ સંયોગ બનાવી રહ્યો છે જે 500 વર્ષમાં થયો નથી. જ્યોતિષીઓનું કહેવુ છે કે ગ્રહ નક્ષત્રો અને આ સંયોગ દુનિયામાં મોટા પ્રમાણે મુશ્કેલીઓ આવશે. પ્રાકૃતિક મુશ્કેલીઓ વધે તેવા સંયોગ રચાશે અને સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દેશે તેવા સંકેત છે.

image source

58 વર્ષ પહેલા 1962માં ગ્રહ નક્ષત્રોની આવી જ સ્થિતિ થઈ હતી. 1962માં 17 જુલાઇએ મંદ ચંદ્રદ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગષ્ટે ફરી એકવાર મંદ ચંદ્રગ્રહણ થયુ હતુ. 1962માં ચીને ભારત સાથે દગો કરીને આક્રમણ કર્યુ હતુ અને લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો.

image source

વધશે રોગ અને મહામારી : આ ગ્રહણ ખુબજ ભારે હોવાથી ઉત્તમ ફળ આપશે નહી. દેશ અને દુનિયામાં મહામારી ચરમસીમાએ પહોંચી જશે. ટુંકમાં મુશ્કેલીઓ આવશે તે નક્કી છે. જો કે હાલમાં જે સ્થિતિ છે દુનિયાની એ કોઈ મહા મુશ્કેલી થી ઓછી નથી પરંતુ આવનારા સમય માં હજી પણ વધારે મુસીબત આવવાના સંકેત આ ગ્રં પરથી મળી રહ્યા છે. જ્યોતિષો નું કહેવું છે કે દુનિયા અને દેશ પર ખુબજ મોટી આફત આવવાની છે.

image source

સૂર્યગ્રહણ દરમિયાન ગ્રહોનો સંયોગ ઉત્પાતકારી : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિ ડરામણી અને ભયાનક છે, કુદરતી મુશ્કેલીઓનો ખતરો તોળી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન ગ્રહોનો સંયોગ ખુબજ ઉત્પાત મચાવે તેવો છે. આના પ્રભાવથી પ્રાકૃતિક પ્રકોપ, ભૂકંપ, સૈન્ય સાથે તકરાર કે યુદ્ધના આસાર છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 1962માં ગ્રહ નક્ષત્રોનો આ યોગ રચાયો હતો 5 જૂને ચંદ્રગ્રહણ થયુ છે બીજુ ચંદ્રગ્રહણ જુલાઈમાં થશે અને આજે સુર્ય ગ્રહણ હતુ આ પહેલા 1962માં આવો જ યોગ રચાયો હતો અને એક સાથે ત્રણ ગ્રહણ થયા હતા. તો આટલા વર્ષ પછી બનેલો આ યોગ કોઈ સામાન્ય યોગ નથી પરંતુ ખુબજ સાવધાની પૂર્વક કામ કરવાનો સમય છે. કારણ કે હજી પણ ભવિષ્ય માં ખુબજ કપરી સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.

error: Content is protected !!