Posted By Admin
તમે નહી માનો આ છે બાંગ્લાદેશનો શાહરૂખ ખાન..! હજારો છોકરીઓ છે તેના પર ફિદા.

સામાન્ય રીતે ભારત દેશની અંદર એવી માન્યતા છે, કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની અંદર તે જ વ્યક્તિ હીરો બની શકે છે, જે એકદમ હેન્ડસમ હોય તથા ખૂબ રૂપાળો અને સુંદર દેખાતો હોય. સામાન્ય રીતે લોકો એવું માને છે કે જે વ્યક્તિને સિક્સ પેક એબ્સ હોય તથા જે એકદમ ખડતલ અને પડચંદ વ્યક્તિ હોય તે જ વ્યક્તિ હીરો બની શકે છે. પરંતુ હકીકતમાં આવું હોતું નથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી તથા અન્ય એક્ટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા લોકો એવા છે. કે જેની પાસે ન તો સારો દેખાવ છે કે ન તો સારી બોડી. આમ છતાં પણ તે ખૂબ જ પ્રચલિત થયા છે.

આજે અમે એવા જ એક એક્ટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દેખાવમાં તમને કોઈ હીરા જેવો લાગશે નહીં. કેમકે, તેની પર્સનાલિટી કોઈ હીરોને મેચ કરતી નથી. આ ઉપરાંત તે દેખાવમાં ખૂબ સુંદર પણ નથી. આમ છતાં તે હજારો લોકોના દિલો પર રાજ કરે છે. આ એક્ટર ભારતના બોલિવૂડમાં નથી પરંતુ આ એક્ટર છે બાંગ્લાદેશ ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું. તો ચાલો જાણીએ કયો છે આ એક્ટર.

અમે જે બાંગ્લાદેશી એકતાની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે અલોમ બોગરા. હકીકત મા તેનુ નામ અશરફુલ હુસેન સૈયદ છે. તેણે બાંગ્લાદેશ ની અંદર ફિલ્મ જગતમાં પોતાની લગન અને મહેનતના કારણે એવડું મોટું નામ કર્યું છે. કે તે દરેક બાંગ્લાદેશના લોકોનો ફેવરિટ હીરો બની ગયો છે.

અલોમ બોગરા બાંગ્લાદેશ ના એક ગરીબ પરિવાર ના છે. તેના પરિવારને બે વખતની રોટી મેળવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડતી હતી. પરંતુ આ એક્ટર પોતાની અદાકારા દ્વારા અને પોતાની લગન અને મહેનત દ્વારા પોતાના પરિવારનું તથા પોતાનું નામ સમગ્ર દેશની અંદર રોશન કર્યું છે. આજે તે બાંગ્લાદેશ ની અંદર કોઈપણ પરિચયના મોહતાજ નથી. કેમકે, લગભગ બાંગ્લાદેશના દરેક ઘરની અંદર તે વ્યક્તિને ઓળખવામાં આવે છે.

અલોમ બોગરા પોતાના કરિયરની શરૂઆત સીડી વેચવાથી કરી હતી. ત્યારબાદ તેણે ધીમે ધીમે પોતાના મ્યુઝીકલ આલ્બમ રિલીઝ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે બાંગ્લાદેશના લોકોમાં લોકપ્રિય થતો ગયો. આ ઉપરાંત તેણે પોતાની એક કેબલ નેટવર્ક પણ શરૂ કર્યું હતું. જેની અંદર પણ તે ખૂબ જ પ્રખ્યાત થયો હતો. આમ ધીમે ધીમે સફળતાની સીડીઓ સર કરતા કરતા તે બાંગ્લાદેશ ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતો.

એટલું જ નહીં પરંતુ આ એક્ટર સોશિયલ મીડિયા પર પણ એકદમ છવાયેલો છે. કેમકે, મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર તેને ફોલો કરે છે અને સોશિયલ મીડિયા પર તેના હજારો ફેન છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પૂરેપૂરો એક્ટિવ પણ હોય છે અને બાંગ્લાદેશની હજારો છોકરીઓ તેની સાથે ફોટો પડાવવા માટે કંઈ પણ કરી શકે છે.

છોકરીઓની વચ્ચે આટલી લોકચાહના મેળવવાના કારણે તથા છોકરીઓમાં આટલી લોકપ્રિયતાના કારણે બાંગ્લાદેશના મોટાભાગના પુરુષો તથા છોકરાઓથી જલન અનુભવે છે. કેમકે, આ અદાકાર દેખાવમાં એટલો બધો સુંદર ન હોવા છતાં પણ હજારો છોકરીઓ તેની ફેન છે. પોતે સારી પર્સનાલિટી અને સુંદર દેખાવા છતાં પણ કોઈ છોકરી પોતાને ભાવના આપતી હોય તો સ્વાભાવિક છે કે તે વ્યક્તિ આ એક્ટર થી ઈર્ષા કરશે જ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!