હવે આ અભિનેત્રી પણ છોડી રહી છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ સીરીયલનો અભિનય, જાણો કારણ

ટીવી સીરીયલ ના શુટિંગ લોક ડાઉન બાદ ફરી ચાલુ થઇ ગયા છે. પરંતુ ટીવી સીરીયલ ના સિતારાઓ માં ઘણો બદલાવ આવી ચુક્યો છે. ઘણા કલાકારો એ કોરોના ના કરને અડધેથી જ પોતાનો શો છોડી દીધો છે. એવામાં લોકપ્રિય ટીવી શો તર્ક મહેતા કા ઉલટા ચશ્માં પણ હમણાં ખુબજ ચર્ચા માં છે. તર્ક મહેતા શો ની અભિનેત્રી અંજલી ભાભી એટલે કે નેહા મહેતા એ પણ શો છોડવાનો નિર્ણય કરેલ છે. સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે નેહા મહેતા શરૂઆતથી જ જોડાયેલી છે. ‘મહેતા સાહેબ’ને કારેલાનો જ્યૂસ પીવડાવતા અને ડાયટ ફૂડ ખવડાવતા ‘અંજલી ભાભી’ના રોલમાં નેહા મહેતા જામતી હતી. જો કે, હવે નેહા શોમાં નહીં જોવા મળે તેવી ખબરો મળી રહી છે.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર, નેહાએ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે અને આ વિશે શોના મેકર્સને પણ જાણ કરી દીધી છે. જો રિપોર્ટનું માનીએ તો નેહાએ જણાવી દીધું હતું કે, તે કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલું લોકડાઉન હટ્યા પછી સીરિયલમાં કામ નહીં કરે. હવે આ સીરિયલના નવા એપિસોડનું શૂટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે નેહા સેટ પર જોવા મળી નથી. ‘તારક મહેતા…’ની ટીમે 10 જુલાઈથી શૂટિંગ શરૂ કર્યું હતું અને 22 જુલાઈથી નવા એપિસોડ ઓન-એર થયા. નવા એપિસોડમાં હજી સુધી નેહા જોવા મળી નથી.

image source

નેહા મહેતા સીરિયલમાં અંજલી ભાભીના રોલમાં જોવા મળે છે. જે ખૂબ ફિટનેસ કોન્શિયસ છે અને પતિ તારક મહેતાના ડાયટનું ધ્યાન રાખે છે. મહેતા સાહેબની સાથે કારેલા જ્યૂસ અને ડાયટ ફૂડ મામલે થતી મીઠી તકરાર દર્શકોને પસંદ આવતી હતી. જો કે, નેહા આ શો છોડશે તો દર્શકોને મિસ્ટર અને મિસિસ મહેતા વચ્ચેની આ મીઠી તકરાર જોવા નહીં મળે.

image source

શો છોડવા અંગે વહેતા થયેલા અહેવાલો પર નેહા મહેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો શોના મેકર્સ તરફથી પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અગાઉ એક્ટર ગુરુચરરણ સિંહ એટલે કે રોશનસિંહ સોઢી સીરિયલ છોડવાનો છે તેવા અહેવાલો આવ્યા હતા. જો કે, શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ આ વાતને અફવા ગણાવી હતી.

error: Content is protected !!