હથેળીમાં રહેલી ધનની રેખા બતાવે છે કે કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ

દરેક વ્યક્તિના હાથમાં જીવન, ભાગ્ય, સ્વાસ્થ્ય, હદય અને બીજી અન્ય રેખાઓ ની સાથે ધન સાથે સબંધિત રેખાઓ પણ હોય છે. કહેવામાં આવે છે કે વ્યક્તિ ની હથેળી એના જીવન નો અરીસો હોય છે. જેનાથી અતીત, વર્તમાન અને ભવિષ્ય વિશે પણ ઘણું બધું જાણી શકાય છે. દરેક લોકો એ જાણવા માંગતા હોય છે કે એનું જીવન પૈસા ની બાબત માં કેવું રહેશે. તો ચાલો જાણી લઈએ હાથ માં રહેલી ધન ની રેખા શું કહે છે?

image source

કિસ્મતનું કનેક્શન ખાસ આ હાથ પર રહેલી રેખાઓમાં રહેલું હોય છે. હસ્તરેખા પરથી વ્યક્તિના ભાગ્ય વિશે જાણી શકાય છે. દરેક વ્યક્તિની હથેળીમાં અગણિત રેખાઓ હોય છે. આ રેખાઓ પરથી જાણી શકાય છે કે જીવનમાં ક્યારે ધન લાભનો યોગ બનશે.

જેના હાથની આંગળીઓ લાંબી હોય અને તેના વેઢા એકસરખાં હોય તો તે ભાગ્યશાળી હોય છે. આ ઉપરાંત હથેળીમાં ભાગ્યરેખાની બે શાખા નીકળતી હોય તો આવા લોકોને અચાનક ધનલાભ થાય છે. તેમને વધારે મહેનત કરવી પડતી નથી. ધાર્યુ પરિણામ મળે છે અને કાર્યદક્ષતા પ્રાપ્ત થાય છે.

image source

હથેળીમાં જીવન રેખા ગોળાકાર આકૃતિમાં હોય અને મધ્યમા આંગળી નીચેનું સ્થાન એટલે કે શનિ પર્વત ઉન્નત અવસ્થામાં હોય તેમજ બુધ રેખા પણ સુદ્રઢ હોય તો આવા લોકોને તેમની મહેનતથી અઢળક ધન પ્રાપ્ત થાય છે. ચંદ્ર પર્વત વિકસિત હોય તથા ચંદ્ર પર્વતથી કોઈ રેખા નીકળી અને ભાગ્ય રેખા સાથે જોડાતી હોય તો આવા જાતક વિદેશ જઈ અને ધન કમાય છે..

image source

જો કોઈની હથેળીમાં જીવન રેખા અને મંગળની રેખા સાથે સાથે ચાલતી હોય અને ગુરુ પર્વત ઉન્નત અવસ્થામાં હોય તો આવા જાતક પણ કરોડપતિ બને જ છે. જો કોઈના હાથમાં ભાગ્ય રેખા સીધી શનિ પર્વત સુધી પહોંચતી હોય અને સૂર્ય પર્વત પર બે રેખા હોય તો આવા જાતક પણ મોટી સંપત્તિના માલિક હોય છે.

image source

ભાગ્ય રેખા પાતળી અને સીધી હોય શનિ પર્વત સુધી જતી હોય, ભાગ્ય રેખાની કોઈ શાખા ચંદ્ર પર્વત સુધી જતી હોય તો આવા વ્યક્તિને મહેનતનું ફળ મળે છે અને તેઓ કરોડપતિ બને છે. મસ્તિષ્ક રેખા એકદમ ગાઢ હોય, વિવાહ રેખા સીધી ગુરુ પર્વત સુધી જતી હોય તો આવા જાતકોને સાસરાપક્ષ તરફથી ધન પ્રાપ્ત થાય છે.

error: Content is protected !!