અઠવાડિયા માં એક દિવસ ઉપવાસ કરવાથી શરીર માં થાય છે આટલા બધા ફાયદા

હિન્દુ ધર્મના એવા ઘણા નિયમો છે જે આજે વિજ્ઞાન તેમને સંપૂર્ણ રીતે પ્રમાણિત કરે છે. આ રીતે ઉપવાસ કરવો કે વ્રત રાખવું એ વિશ્વાસની વાત છે. વિવિધ ધર્મોના લોકો તેમની શ્રદ્ધા અને માન્યતા અનુસાર વ્રત રાખે છે. આ ઉપવાસ માત્ર માનસિક શાંતિ માટે જ રાખવામાં આવતા નથી. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, આ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. વૈજ્ઞાનિક કારણ મુજબ ઉપવાસ કરવાથી શરીર અને મગજને ઘણા ફાયદા કરે છે. તેનાથી પાચન ક્રિયા, માનસિક આરોગ્ય સુધરે છે. તો ચાલો જાણી લઈએ અઠવાડિયા માં એક વાર ઉપવાસ કરવાથી શરીર માં ક્યાં કયા ફાયદા થશે..

image source

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થતા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉપવાસ દરમિયાન ફળો અને હલકી વસ્તુઓ ખાવાથી તે પચવામાં સરળ રહે છે, જેના કારણે એક દિવસ માટે શરીરની પાચન શક્તિ અને તેના સ્નાયુઓને આરામ મળે છે. આમ શરીરના બધા સ્નાયુઓ એક દિવસ માટે આરામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

image source

પેટની દરેક સમસ્યાઓ થાય છે દૂર

અઠવાડિયામાં એક દિવસ માટે ઉપવાસ કરીને પેટની બધી સમસ્યાઓ માંથી રાહત મેળવી શકાય છે. ગેસ સંબંધી સમસ્યા જેવી કે, પેટમાં મરડો, ઊલટી, કબજિયાત, ઝાડા, પેશાબમાં બળતરા, એસિડિટી જેવી બીમારીઓથી રાહત મળે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસ દરમિયાન તળેલી વસ્તુઓ ઓછી ખાવી. ઉપવાસ દરમિયાન હળવો અને પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ.

image source

શરીરના ઝેરી તત્વો થાય છે નાશ

આજકાલ જે પ્રકારનું આપણું ખાનપાન છે તે જોતાં તો એ વાત ચોક્કસ છે કે, આપણા શરીરમાં ઘણાં ઝેરી તત્ત્વો રહેલાં હોય છે. ફાસ્ટ ફૂડ અને અનહાઇજેનિક ખોરાક ખાવાથી શરીરના પોષકતત્ત્વો નાશ પામે છે. આવા સમયે જો તમે એઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો છો. તો શરીરમાં રહેલો બધો કચરો નીકળી જાય છે.

image source

હૃદયની બીમારી માંથી મળે છે રાહત

અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર ઉપવાસ કરવાથી હૃદયની બીમારીમાં રાહત મળે છે. ઉપવાસ કરવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. કારણ કે આ બે વસ્તુને કારણે જ હૃદયની બીમારીઓ થાય છે. આ સાથે સ્નાયુ સંબંધી બીમારીઓમાં પણ ફાયદો થાય છે. ઉપવાસ કરવાથી શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું લેવલ પણ ઓછું થઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!