આ કારણોથી પગમાં આવે છે સોજાની સમસ્યા, આ ઘરેલું ઉપાયોથી ઈલાજ કરવાથી મળશે રાહત

પગમાં આવેલા સોજા દુર કરવાના આ છે ઘરેલું ઉપાય, જેનાથી ખુબ જ જલ્દી મળશે તમને આ સમસ્યા માંથી છુટકારો…

ઘણાં લોકોને પગમાં સોજા આવવાની સમસ્યા થાય છે. તેના માટે તમે પગમાં મસાજ કરાવી લો કે બેસી જાઓ તો પણ સોજા ઓછાં થતા નથી. ગર્ભાવસ્થા દરમ્યાન પણ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ક્યારેક આપણે જોયું હશે કે હાથ અને પગમાં દુખાવો થવાને કારણથી અચાનક નસમાં સોજા આવવા લાગે છે. કેટલીક વખત સોજા વધવાથી નસમાં સોજા આવે છે અને તે નસો ફુલી જાય છે. શુ તમે જાણો છો કે આ થવાનું કારણ શું છે. તો ચાલો જાણી લઈએ એનું કારણ અને એને દુર કરવાંમાં ઉપાય વિશે…

image source

પગમાં સોજા આવવાનું કારણ

  • લાંબા સમય સુધી ઉભા રહેવાથી અથવા પગ લટકાવીને બેસવાથી
  • પગમાં થયેલી કોઈ ઇજાને કારણે
  • મચ્છર અથવા કોઈ જીવજંતુ કરડવાથી પગમાં સોજા આવી શકે છે.
  • પ્રેગનેન્સી દરમિયાન પણ સોજા આવી શકે છે.
  • મેદસ્વીતાને કારણે પગ પર વજન વધારે પડે છે જેથી સુજન આવવાની શક્યતા છે.
  • ડાયાબિટીસ, હૃદયરોગ, કીડની અથવા લીવરની બીમારીથી પણ આ સમસ્યા આવી શકે છે.
  • લોહીનું પ્રમાણ ઓછુ હોય અથવા કસરત ન કરતા હોય તો પણ આવું થઇ શકે છે.
  • ટાઈટ જીન્સ પેન્ટ અથવા એવા કપડા જેનાથી મસલ્સ પર દબાણ આવે તેનાથી પણ સોજા આવી શકે છે.
  • શરીરમાં પોષક તત્વોની ખામીને કારણે
  • ગર્ભનિરોધ, હાઈ બ્લડપ્રેશર અથવા તણાવ દુર કરવા માટે લીધેલી દવાથી પણ આ પ્રકારનો પ્રશ્ન આવી શકે છે.

image source

એલોવેરા

થોડું ગરમ પાણી લઈને તેમાં 5 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. પછી પગને અડધો કલાક તેમાં ડુબાડી રાખો. પછી ટબમાંથી પગ બહાર કાઢીને ટુવાલથી લૂછીને પગને રિલેક્સ થવા દો. પછી પગને હાઈડ્રેટ રાખવા માટે મોઈશ્ચરાઈઝર લગાવી દો. તેનાથી પગના સોજા ઓછાં થશે. તમે એલોવેરા જેલથી પણ પગની માલિશ કરી શકો છો.

image source

લીંબુ પાણી પીવો

લીંબુ પાણી પીવાથી શરીરમાં જમા થયેલો અતિરિક્ત તરલ પદાર્થ અને હાનીકારક ટોક્સીન બહાર નીકળી જાય છે. જેનાથી હાથ અને પગમાં થયેલા સોજા ઉતરી જાય છે. લીંબુ પાણી પીવાથી ડીહાઈડ્રેશન પણ થતું નથી.

image source

સિંધવ મીઠું

પગમાં દુઃખાવો અથવા સોજા દુર કરવા માટે સિંધવ મીઠું એ એક પ્રમાણિત નુસખો છે. સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે જે ચામડી શોષી લે છે અને લોહીના ભ્રમણને ઝડપી કરે છે. એક ડોલમાં ગરમ પાણી લઈને તેમાં અડધો કપ સિંધવ મીઠું નાખીને 15 થી 20 મિનીટ સુધી પગ ડુબાડીને રાખો. દિવસમાં આવું ત્રણ વાર કરવાથી પગના સોજા ઉતરી જાય છે.

image source

બેકિંગ સોડા અને ભાતનું પાણી

ભાતને સારી રીતે ઉકાળીને તેનું પાણી લેવાનું. 2 ચમચી ભાતનું પાણી લઈને સમાન માત્રામાં બેકિંગ સોડા મિક્સ કરી લેવા. એક પેસ્ટ તૈયાર થઇ જશે તેને પગમાં જ્યાં સોજા આવ્યા છે ત્યાં લગાવી લો. 10-15 મિનીટ બાદ પાણીથી પગ ધોઈ નાખો. આ ઘરેલું ઉપચાર પગમાં જમા પાણીને શોષી લે છે અને સોજા ઉતારવામાં મદદ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!