પેટ્રોલ પંપ પર જરૂર ધ્યાનમાં રાખવી આ બાબતો, નહિ તો થઇ શકે છે મોટી દુર્ઘટના..

ભૂલથી પણ પેટ્રોલ પંપ પર આ ભૂલ ન કરવી, થઇ શકે છે ખુબ જ મોટું નુકશાન…

હાલમાં થોડા દિવસ પહેલા જ પેટ્રોલ પંપ પર એક ખુબ જ મોટી દુર્ઘટના ઘટી છે. જેનો વિડીયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે રાજસ્થાનના ઝુંઝુનમાં ઘટના બની છે. જ્યાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ દિવસના 9.36 વાગ્યે પોતાની બજાજ પ્લેટીના મોટસાઈકલમાં પેટ્રોલ ભરાવી રહ્યો હતો. કોવિડ-19ના કારણે વ્યક્તિએ પોતાનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો.

image source

બાઈક પર બેસેલા વ્યક્તિએ ખીચ્ચામાં હાથ નાખીને જેવો હાથ બહાર નીકળ્યો કે અચાનક આગ લાગી જાય છે. જો કે આ વિડીયોમાં આ નથી દેખાતું કે તેને આખરે ખીસ્સામાંથી શું કાઢ્યું. તે સિવાય તે કહેવું પણ મુશ્કેલ છે કે, આગ કેવી રીતે લાગી. એટલા માટે પેટ્રોલ પંપ પર જતી વખતે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ દુર્ઘટનાના શિકાર બની શકે છે. આજે અમે તમને સાવધાનીઓ બતાવવા જઈ રહ્યાં છીએ. જે ભૂલ ભૂલેચૂકે પણ ન થવી જોઈએ.

image source
  • પેટ્રોલ પંપ ઉપર જ્યારે તમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરવામાં આવી રહ્યું હોય તો તમારી કાર કે મોટરસાઈકલને આગળ પાછળ કરવાથી બચો.
  • પેટ્રોલ પંપ ઉપર ધુમ્રપાન કરવાનો સીધો મતલબ દુર્ઘટનાને બોલાવવાનું છે. દુનિયાના કેટલાક દેશોમાં તો ફ્યુઅલ સ્ટેશનમાં ધુમ્રપાન કરવું એ દંડનીય અપરાધ છે.

image source
  • સિંથેટીક કપડાના કારણે પણ સ્ટેટિક એનર્જી પેદા થઈ શકે છે. તેનાથી અત્યાધિક જ્વલનશીલ વાતાવરણમાં આગ લાગવાનું જોખમ વધે છે. માટે હંમેશા સલાહ આપવામાં આવે છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતા સમયે સિંથેટીક કપડાને દુર રાખવા જોઈએ.
  • કાર કે મોટરસાઈકલમાં પેટ્રોલ ભરાવતી વખતે વાહનનું એન્જીન બંધ રાખવું, પેટ્રોલ પંપ ઉપર થનારી દુર્ઘટનાનું મોટું કારણ આ પણ બની શકે છે.

image source
  • જો તમે કારમાં છો તો આ દરમયાન ગાડીના દરવાજાઓ ખોલવા કે બંધ કરવાથી બચો. જો કે, સ્લાઈડિંગના કારણે સ્ટેટિક એનર્જી પેદા થાય છે. તેનાથી હલ્કી ચીંગારી પેદા થવાની ભીતિ સેવાઈ રહી છે અને આપણે જાણીએ છીએ કે, પેટ્રોલ કેટલી ઝડપથી આગ પકડી શકે છે.
  • પેટ્રોલ પંપ ઉપર મોબાઈલનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. મોબાઈલ ફોન એક ‘લો પાવર રેડિયો ફ્રિકવંસી ટ્રાંસમીટર’ છે. જેની રેંજ 450 થી 2700 મેગાહર્ટ્ઝની વચ્ચે હોય છે. એમાં 1 અને 2 વોટની વચ્ચે પીક પાવર હોય છે. જે ખુબ જ જોખમ વાળું બની શકે છે. એટલા માટે ફોન નો ઉપયોગ ન કરવો.

error: Content is protected !!