સાવધાન! જો તમે પણ ઉભા રહીને પાણી પિતા હોય તો થઇ શકે છે આ નુકશાન..

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ. તેનાથી પાચન તંત્ર મજબુત રહે છે અને શરીરમાંથી ઝેરીલા પદાર્થ પાણીની જોડે બહાર નીકળે છે. પાણી ની ઉણપ થવાથી ઘણા પ્રકારની તકલીફો થઇ શકે છે. કેટલાક લોકોને ઉભા રહીને પાણી પીવાની આદત હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

image source

પાચન તંત્ર ની સમસ્યાઓ

ઉભા ઉભા પાણી પીવાથી ભોજન પચવામાં મુશ્કેલી થાય છે. પાણી સીધું જ આંતરડા માં જાય છે, જયારે તેની વિરુદ્ધ બેઠા બેઠા પાણી પીવામાં આવે તો ધીમે ધીમે પાણી નીચે પહોંચતું હોય છે. ઉભા રહીને પાણી પીવાથી પાણી પેટની દીવાલ ઉપર પડે છે જે આસપાસ ના અંગોને નુકશાન પહોચાડે છે. આનાથી પાચન ક્રિયા પર ખુબ જ ખરાબ અસર પડે છે.

image source

કીડની પર અસર

પાણી ઉભા રહીને પીવાથી કીડની પર બહુ જ ખરાબ અસર ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે ઉભા ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે તે આપણી કિડની માંથી સીધું પસાર થઈને નીકળી જાય છે. જેથી લોહીમાં વધુ પ્રમાણ માં ગંદકી એકઠી થઇ શકે છે. જેનાથી કીડની અને હૃદયની બીમારી થવાની સંભાવના ઉત્પન્ન થઇ શકે છે. કીડની ખરાબ પણ થઇ શકે છે આ સિવાય યુરીન ઇન્ફેકશન પણ થઇ શકે છે.

image source

ગઠીયા અને સાંધામાં દુખાવાની સમસ્યા:

પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ, ઉભા રહીને પાણી પીવાથી પાણી ઘૂંટણમાં જમા થવાનું શરુ થાય છે. તેનાથી હાડકા ના સાંધા માં તરલ પદાર્થની ઉણપ થવા લાગે છે. જેનાથી સાંધા માં દુખાવો અને ગઠીયા જેવી સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે. આ રીતે ઉત્પન્ન થતી ગઠીયા ની સમસ્યા ખુબ જ મુશ્કેલીથી સરખી થાય છે.

image source

પેટની તકલીફ:

આ રીતે પાણી પીવાથી પેટમાં જરૂરિયાતથી વધારે પાણી ની માત્રા જતી રહે છે. જે પાચન રસ પર ખરાબ અસર પાડે છે. ખોરાક પચાવવામાં આનાથી તકલીફ ઉત્પન્ન થવા લાગે છે. ધીમે-ધીમે પેટમાં ગેસ, અલ્સર અને અપચો થવા લાગે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!